બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:44 PM, 29 December 2025
Millionaires Leaving India: ઘણા જુના કારોબારી જોખમ લેવાનું ટાળે છે અને પરિવર્તન કરતાં તેમનો ફાયદો બચાવવા પર વધુ ધ્યાન આપે છે. આ કારણ છે કે તેઓ દુબઈ જેવા દેશોમાં ફેમિલી ઓફિસ કે રોકાણ કેન્દ્ર બનાવી લે છે.
ADVERTISEMENT
Millionaires Leaving India: ભારતમાંથી કેટલાક શ્રીમંત અને કરોડપતિઓના વિદેશ સ્થળાંતરની ચર્ચા ઘણીવાર થાય છે. આ મુદ્દે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય, જાણીતા અર્થશાસ્ત્રી સંજીવ સાન્યાલે એક મહત્વપૂર્ણ વાત કહી છે. તેમના મતે આ બહેતર જીવનધોરણ અથવા કરને કારણે નથી, પરંતુ ભારતના મોટા વ્યવસાયોમાં ફેરફારો અને સ્પર્ધાના અભાવ પણ એક કારણ છે.

ADVERTISEMENT
આર્થિક સલાહકાર અને ઇતિહાસકાર સંજીવ સાન્યાલે કહે છે કે ભારતમાંથી કરોડપતિઓનું બહાર જવા પાછળ પોલ્યુશન કે હાઇ લાઇફસ્ટાઇલની વાત નથી. પરંતુ દેશના વ્યવસાયિક વર્ગમાં જરૂરી ફેરફારોના અભાવ પણ એક મોટું કારણે છે. સાન્યાલ ઇંકોનોમિકલ એડવાઇઝરી કાઉસિંલ ટૂ ધ પ્રધાનમંત્રી(EAC-PM)ના સદસ્ય છે, અને તેમણે આ ટિપ્પણી એક પોડકાસ્ટ દરમિયાન કરી હતી.
ભારતીયો વિદેશમાં કેમ સ્થાયી થાય છે?
ADVERTISEMENT
સંજીવ સાન્યાલ કહે છે કે ભારતમાં મોટા ઉદ્યોગો અને વ્યવસાય ગૃહો લાંબા સમયથી એજ હાવી છે. નવી કંપનીઓ અને ઉદ્યોગસાહસિકો પાસે આગળ વધવાની તકો ઓછી મળે છે. જ્યારે કોઈ દેશના વ્યવસાય ક્ષેત્રમાં નવા ચહેરાઓ અને નવી વિચારસરણી ના આવે ત્યારે ઇનોવેશન પણ કમજોર પડી જાય છે. આવા વાતાવરણમાં ઘણા શ્રીમંત વ્યક્તિઓ તેમના વ્યવસાયો અને રોકાણોને વિદેશમાં લઇજવું વધુ સુરક્ષિત માને છે.

ADVERTISEMENT
તેમણે જણાવ્યુ કે ઘણા સ્થાપિત વ્યવસાયો જોખમ લેવાથી દૂર રહે છે અને નવીનતા કરતાં તેમના નફાને સુરક્ષિત રાખવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ જ કારણ છે કે તેઓ દુબઈ જેવા દેશોમાં ફેમિલી ઓફિસ અથવા રોકાણ કેન્દ્ર બનાવી લે છે. સાન્યાલના મતે આ ફક્ત ભારતની સમસ્યા નથી, પરંતુ ઘણા દેશોમાં આવું જોવા મળે છે.
આ પણ વાંચોઃ અયોધ્યા-કાશીમાં 2 કિમી લાંબી લાઈન, વૃંદાવન-બાંકે બિહારીમાં મહાકુંભ, નવા વર્ષ પહેલાં માનવ મહેરામણ
ADVERTISEMENT
યુવા ઉદ્યોગસાહસિકો જોખમ લેવાથી ડરતા નથી
ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે યુવા ઉદ્યોગસાહસિકો, ખાસ કરીને બેંગલુરુ જેવા શહેરોમાં જોખમ લેવાથી ડરતા નથી. આ જ કારણ છે કે સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં નવા વિચારો અને નવી કંપનીઓ ઝડપથી ઉભરી રહી છે. સાન્યાલ માને છે કે આ જ માનસિકતા મોટા ઉદ્યોગોમાં પણ આવવી જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.