બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Patidar reserve movement case returned: Decision taken at PAAS meeting held at Sanand

પાટીદાર / આંદોલન કેસ પરત: PAASની બેઠક પૂર્ણ સરકારને મોટું અલ્ટીમેટમ, અલ્પેશ કથીરિયા સંભાળશે આંદોલનની કમાન

Vishnu

Last Updated: 07:45 PM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદાર આંદોલન કેસ પરત મામલે આજે 6 માર્ચે એ 3 મહિના પુરા થયા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. 23 માર્ચ સુધી નિર્ણય લઈ લેવા સરકારને અપાઈ ચીમકી

  • સાણંદ ખાતે મળેલી PAASની બેઠક પૂર્ણ 
  • આંદોલન અલ્પેશ કથીરિયાની અધ્યક્ષતામાં થશે:હાર્દિક પટેલ
  • કાલે CMએ નરેશ પટેલને આ મામલે સારો ઉકેલ લાવવાનું કહ્યું: કથીરિયા

2015 થી રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનની ભૂત ધુણ્યું હતું આંદોલન સમયે અનેક હિંસાની ઘટના પણ સામે આવી ત્યારે આંદોલન સમયે અનેક પોલીસ કેસ થયા, પાટીદાર સમાજના યુવાનોએ ખુલ્લીને સરકાર સામે મોરચો પણ માંડ્યો. ત્યારે સરકાર અને આંદોલનકારી વચ્ચે સમાધાન માટે પાટીદાર સમાજના આગેવાનો મધ્યસ્થી બન્યા ત્યારે 1 સરત એવી હતી કે આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવામાં આવે ત્યારે હજુ સુધી કેસો પરત ન ખેંચાતા હવે પાટીદાર સમાજના આગેવાનો ગિન્નાયા છે અને આજે મળેલી PAAS બાદ 23 માર્ચ બાદ લડી લેવાની જાહેરાત કરી દીધી છે.

કેસ પરત આંદોલન અલ્પેશ કથિરિયાની અધ્યક્ષતામાં થશે: હાર્દિક પટેલ
સાણંદ ખાતે મળેલી PAASની બેઠક પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું છે કે હવે કેસ પરત આંદોલન અલ્પેશ કથિરિયાની અધ્યક્ષતામાં થશે, હું કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે સહકાર આપીશ. આ સાથે સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે CM બન્યા બાદ ભુપેન્દ્ર પટેલે આશ્વાશન આપ્યું હતું અને કહ્યું હતું કે 3 મહિનામાં કેસ પરત ખેચવામાં આવશે આજે 6 માર્ચે એ 3 મહિના પુરા થયા છતાં કોઈ નિર્ણય લેવાયો નથી. 

પાટીદાર અનામત કેસ પરત મામલે PAASની બેઠક બાદ અલ્પેશ કથીરિયાએ નિવેદન આપતા કહ્યું છે કે  23 માર્ચ સુધીમાં કેસો નહી ખેંચાય તો આંદોલન થશે, આગેવાન નરેશ પટેલે કહ્યું છે કે 2-4 દિવસ મળીશુ અને ફરી સામાજિક સંસ્થાઓ એક સાથે CMને મળવા જશે.અમારી જાહેરાત બાદ CMએ ગઈકાલે નરેશભાઈને ફોન કર્યો હતો જેમાં ફરી એક વાર CM એ નરેશ ભાઈને કેસ પાછા ખેંચવા કહ્યું છે અને એ પણ ટાંક્યું છે કે નરેશ પટેલ આ મામલે સારો ઉકેલ  લાવે.. 23 માર્ચ સુધી માગ નહી સ્વિકારાય તો આરપારની લડાઈની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. શહીદ પરિવારને ન્યાય અને કેસો પાછા ખેંચવા એ જ હેતુ સાથે સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

પાટીદાર સંસ્થાઓ એક રાગે
પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાનો રાગ 2022 ની ચૂંટણી પહેલા ફરી એક વાર ઉઠ્યો છે. આશરે 3 મહિના પેહલા જસદણમાં નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે આંદોલન દરમિયાન થયેલા કેસો પાંચ ખેંચવામાં આવે જે બાદ પાટીદાર યુવાન પર થયેલા કેસોના મામલે ઊંઝા ઉમિયાધામ સંસ્થાનના માનદ મંત્રી દિલીપ પટેલે નિવેદન કરી સરકાર સામે પોતાની માંગ મૂકી દીધી હતી. દિલીપ પટેલે જણાવ્યું હતું કે, આંદોલન પર થયેલ કેસો પાછા ખેંચવામાં આવે. સરકાર ને ઊંઝા ઉમિયા સંસ્થાને પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરી છે. પાટીદાર સમાજની સામાજિક સંસ્થાઓનો એક જ રાગ જોવા મળી રહ્યો છે. પહેલા ખોડલધામના નરેશ પટેલ ત્યાર બાદ ઊંઝા ઉમિયા ધામના દિલીપ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન RP પટેલ મેદાને આવ્યા હતા. RP પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા જોઈએ અને પાટીદાર અનામત આંદોલન સમયે જે સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે સામાજિક સંસ્થાઓએ સમાધાન માટેના પ્રયત્નો કર્યા હતા. અને સમાધાનના ભાગરૂપે પોલીસ કેસ પરત ખેંચવાની શરત હતી. જે કેસો ખેંચવાના બાકી છે તે પરત ખેંચવા જોઈએ. 

પણ 3 મહિનાના આપેલ સમય બાદ પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા હવે 23 માર્ચ સુધીનું અલ્ટિમેટમ સરકારને આપી દેવાયું છે. 23 માર્ચે ભગત સિંહના શહીદ દિનથી ફરી અલ્પેશ કથીરિયા પાટીદાર આંદોલનના કેસ પરત ખેચાવવા આંદોલન કરશે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ