બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Pathetic condition of AMC managed gardens of Ahmedabad

VTV રિયાલિટી ચેક / ના ટૉયલેટ, ના કૂલર, ના વૉટર, આવી છે અમદાવાદના AMC સંચાલિત બગીચાઓની દયનીય હાલત, સિનિયર સિટીઝનો પરેશાન

Vishal Khamar

Last Updated: 12:21 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બગીચાઓમાં પીવાનાં પાણીનો અભાવ છે. અમદાવાદ કોર્પોરેશન સંચાલિત બગીચાઓનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. મોટાભાગનાં બગીચાઓમાં પીવાનાં પાણીની વ્યવસ્થા નહીં. તેમજ અનેક બગીચાઓમાં વોટર કુલર બંધ હાલતમાં હતા. અમદાવાદમાં કોર્પોરેશનના 293 બગીચાઓ છે. પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવા શહેરીજનોની માંગ છે.

રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં લોકો ગરમીથી બચવા માટે આવીને બેસતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં છાંયડો હોવાથી ઠંડકમાં લોકો બેસવા માટે આવે છે. તેમજ સવારે અને સાંજે ચાલવા માટે અને કસરત કરવા માટે લોકો આવતા હોય છે. પરંતુ ગાર્ડનમાં પીવાનું પાણી ન મળતું હોવાથી ગરમીમાં લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ગાર્ડનમાં લગાવેલા વોટર કૂલરની શું સ્થિતિ છે અને ગાર્ડનમાં પાણી માટે પૂરતું વ્યસ્થા છે કે નહીં તેનું વીટીવી એ રિયાલિટી ચેક કર્યું હતું.

રાજ્યમાં ગરમીમાં પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો ગરમીમાં આરામ કરવા માટે છાંયડો શોધતા હોય છે. તેમજ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા ગાર્ડનમાં છાંયડામાં લોકો બેસતા હોય છે. ગરમીથી બચવા માટે લોકો આવે તો છે પણ પૂરતી વ્યવસ્થા મળતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડોના ખર્ચે તૈયાર કરેલા ગાર્ડનમાં પાણી માટેની યોગ્ય વ્યવસ્થા જ નથી. ગાર્ડનમાં પાણી માટેની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ગાર્ડનમાં આવતા આવતા લોકો પરેશાન થઈ રહ્યા છે. વીટીવીના રિયાલિટી ચેકમાં ગાર્ડનમાં ગાર્ડનમાં લોકો પાણી માટે પરેશના થઈ રહ્યા હોય તેવું સામે આવ્યું છે. પીવાના પાણી માટે ગાર્ડનમાં વોટર કૂલર તો લગાવ્યા છે પણ ધૂળ ખાઈ રહ્યા છે. વોટર કૂલર ચાલુ કરવામાં અથવા તેનું મેન્ટેનેન્સ કરવા માટે અધિકારીઓને રસ ન હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

ઉન્મેશભાઈ(શહેરીજન)

મેટર તેમજ સ્થાનિક કોર્પોરેટ ગાર્ડનની મુલાકાત લેઃ ઉન્મેશભાઈ(શહેરીજન)
આ બાબતે શહેરીજન ઉમેશભાઈને જણાવ્યું હતું કે, ગાર્ડનમાં આમ જોવો તો ટોયલેટની સુવિધા સારી નથી. આવી ગરમીમાં માણસને પાણીની તરસ લાગે. તે ઉપરાંત સવારે વોકીંગ કરવા માણસો આવતા હોય. જેમાં વૃદ્ધ હોય, બાળક હોય કે મીડલ હોય. તે લોકોને પાણીની જરૂરીયાત હોય જ. ત્યારે હવે વેકેશનની શરૂઆત થશે. ત્યારે એ લોકો પણ અહીંયા જ આવવાનાં છે.   પાણીનું વોટર કુલર ઘણા સમયથી બંધ જ છે. કોઈ જાતની અહીંયા સુવિધા આપવામાં આવેલી નથી. મેયર તેમજ અહીંયાનાં સ્થાનિક કોર્પોરેટ છે તેમને નમ્ર વિનંતી કે તમે પ્રહલાદનગર ગાર્ડનની મુલાકાત લો. તેમજ આ ગાર્ડન સૌથી મોટામાં મોટો અને સારો ગાર્ડન કહેવાય. 

સ્થાનિકોએ પોતાનાં ખર્ચે પીવાના પાણીની વ્યવસ્થા કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક 293 જેટલા ગાર્ડન છે. જેમાં મોટા ભાગના ગાર્ડનમાં પીવાના પાણી માટે વોટર કૂલર લગાવવામાં આવ્યા જ નથી. તો જ્યાં કરોડોનો ખર્ચ કરી વોટર કૂલર લગાવ્યા છે ત્યાં મેન્ટેનેન્સ પણ થતું ન હોવાથી જનતાના ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. કેટલાક ગાર્ડન એવા પણ છે કે જેમાં વોટર કૂલર ન હોવાથી સ્થાનિકોએ પોતાના ખર્ચે પીવાના પાણી માટે કુંડીઓ મૂકી છે. લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટેની કોઈ વ્યસ્થા જ નથી. જેને કારણે સવાર અને સાંજે ગાર્ડનમાં આવતા લોકોને તકલીફ પડી રહી છે. જેના કારણે અમે સ્વખર્ચે પીવાના પાણી માટે કુંડીઓ મૂકી છે. અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને ગાર્ડન તો બનાવ્યા છે પણ કદાચ ભૂલી ગયા હશે કે ગાર્ડનમાં આવતા લોકોને પીવાના પાણીની જરૂર પડતી હશે.

મનીતાબેન શાહ (શહેરીજન)

બગીચામાં કુલર મુકેલ છે પરંતું ચાલુ અવસ્થામાં નથીઃ મનીતાબેન શાહ (શહેરીજન)
આ બાબતે શહેરીજન મનીતાબેન શાહે જણાવ્યું હતું કે, આ ગાર્ડનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. તેમજ બગીચામાં કુલર મુકેલ છે. પરંતું કુલર ચાલુ અવસ્થામાં નથી. તેમજ હું બે વર્ષથી બગીચામાં આવું છું. મેં ક્યારેય કુલરને ખુલ્લું જોયું નથી. 

વધુ વાંચોઃ આણંદ, ભરૂચ, ભાવનગર સહિતના વિસ્તારોમાં આજે પડશે કમોસમી વરસાદ, તાપમાન પણ 3 ડિગ્રી ઘટશે

વોટર કૂલરનું મેન્ટેનન્સ કરે તો ગરમીમાં લોકોને થોડી રાહત થાય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડોનો ખર્ચ ગાર્ડન બનાવવા માટે કરે છે. જો થોડો ખર્ચ કરીને ગાર્ડનમાં આવતા લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરે અથવા તો ગાર્ડનમાં લગાવેલા વોટર કૂલરનું મેન્ટેનેન્સ કરે તો ગરમીમાં થોડી રાહત લોકોને થઈ શકે છે..

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Corporation Demand of citizens Gardens Reality Checking VTV રિયાલીટી ચેક ahmedabad અમદાવાદ કોર્પોરેશન બગીચાઓ રિયાલીટી ચેક ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ