બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / parthiv patel cricketer retirement all format

સંન્યાસ / ગુજ્જુ ખેલાડીનું ક્રિકેટને અલવિદાઃ પાર્થિવ પટેલે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

Divyesh

Last Updated: 12:00 PM, 9 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના ખેલાડી પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવ પટેલે પોતાના ટ્વિટર માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે.

  • ગુજ્જુ ક્રિકેટર દ્વારા ભારતીય ક્રિકેટને અલવિદા
  • ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલની નિવૃત્તિની જાહેરાત
  • પાર્થિવ પટેલની ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત

ગુજરાતના આ ક્રિકેટર તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવ પટેલે 24 જાન્યુઆરી 2018માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.

ગુજરાતના ખેલાડી એવા પૂર્વ વિકેટકિપર  બેટસમેન પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. પાર્થિવ પટેલે પોતાના 18 વર્ષના લાંબા ક્રિકેટ કેરિયર દરમિયાન ટીમ ઇન્ડિયા તરફથી 25 ટેસ્ટ, 38 વન ડે અને 2 ટી-20 મેચ રમી છે. 

જ્યારે પાર્થિ પટેલે ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં 194 જેટલી ફર્સ્ટ કલાસ મેચ રમી છે. પાર્થિવ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે 2016-17માં પહેલી વખત રણજી ટ્રોફી ચેમ્પિયનશીપ જીતી હતી.

ગુજ્જુ ખેલાડી પાર્થિવ પટેલે પોતાની નિવૃત્તિ અંગેની જાહેરાત ટ્વિટરના માધ્યમથી કરી છે. પાર્થિવે ટ્વિટરમાં BCCI પર પોતાના પર ભરોસો દાખવા બદલ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જે પણ સુકાનીના નેતૃત્વ હેઠળ રમ્યો તેનો પણ આભાર, જેમાં તેણે સૌ પહેલા સુકાની સૌરવ ગાંગૂલીનો ખાસ આભાર માન્યો છે. 

પાર્થિવ પટેલે સ્થાનિક હોમ ટીમ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિયશનનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જેમાં રાજ્યની ટીમનું નેતૃત્વ સોંપ્યું જેમાં અમે બધા ટાઇટલ જીતી શક્યા. 

પાર્થિવ પટેલે ટીમ ઇન્ડિયામાં 2002માં 17 વર્ષ અને 153 દિવસની ઉંમરે પદાર્પણ કર્યું હતું. તે સમયે ટેસ્ટ રમનાર સૌથી યુવા વિકેટકીપર બન્યો હતો. જો કે ત્યારબાદ 2004માં એમએસ ધોની તેમજ દિનેશ કાર્તિકની દાવેદારી બાદ ટીમમાં સ્થાન મળ્યું નહોતું. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Parthiv Patel retirement ક્રિકેટ નિવૃત્તિ પાર્થિવ પટેલ Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ