બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / આજે પરત ફરશે ભારતીય મેડલ વિજેતા..., સૌ કોઇની નજર વિનેશ ફોગાટ પર, નીરજ ચોપરા નહીં આવે
Last Updated: 09:22 AM, 13 August 2024
Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિક્સ 2024 11 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગઈ છે. આ વખતે ભારતે ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા જેમાં 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ સામેલ છે. નીરજ ચોપરાએ જેવલિનમાં એકમાત્ર સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે શૂટર મનુ ભાકરને 2 બ્રોન્ઝ મળ્યા હતા. હવે તમામ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. જોકે નીરજ હજુ ઘરે પરત ફરશે નહીં. પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી યોજાઈ હતી. આ માટે 117 સભ્યોની ભારતીય ટીમ પેરિસ ગઈ હતી જેમાંથી મોટાભાગના ખેલાડીઓ પરત ફર્યા છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, પીઆર શ્રીજેશ અને મનુ ભાકર સમાપન સમારોહમાં 'પરેડ ઓફ નેશન્સ' માટે ભારતીય ધ્વજ ધારક હતા. આવી સ્થિતિમાં મનુ અને શ્રીજેશ સહિત અન્ય ભારતીય ખેલાડીઓ આજે (13 ઓગસ્ટ) પરત ફરી રહ્યા છે. શ્રીજેશ ઉપરાંત ભારત આવનાર ખેલાડીઓમાં હોકી સ્ટાર અમિત રોહિદાસ, રાજ કુમાર પાલ, અભિષેક, સુખજીત સિંહ, સંજય પણ સામેલ છે. જ્યારે બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ અમન સેહરાવત પણ ભારત પરત ફરશે.
🇮🇳🙌 𝗕𝗿𝗶𝗻𝗴𝗶𝗻𝗴 𝗽𝗿𝗶𝗱𝗲 𝘁𝗼 𝗼𝘂𝗿 𝗻𝗮𝘁𝗶𝗼𝗻! Aman Sehrawat wins India's sixth medal at #Paris2024 with a fantastic win over Darian Toi Cruz.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 9, 2024
🥉 Here's a look at all of India's medallists at the Paris Olympics so far.@Media_SAI @WeAreTeamIndia@Paris2024
👉… pic.twitter.com/LRbd4JPAVF
ADVERTISEMENT
વિનેશ, શ્રીજેશ અને મનુ પર વિશેષ ધ્યાન
આ તરફ પરત ફરનારા ખેલાડીઓમાં સ્ટાર રેસલર વિનેશ ફોગાટ, મનુ ભાકર અને હોકી ટીમના સ્ટાર ગોલકીપર પીઆર શ્રીજેશ પર વિશેષ ધ્યાન રહેશે. ખાસ કરીને વિનેશ કે જેમને સિલ્વર મેડલની ખાતરી હતી પરંતુ એક નિયમને કારણે તેના હાથમાંથી મેડલ છીનવાઈ ગયો. હવે વિનેશે CAS કોર્ટમાં કેસ દાખલ કર્યો છે જેની સુનાવણી લગભગ પૂરી થઈ ગઈ છે. હવે આ મામલે નિર્ણય આજે (13 ઓગસ્ટ) આવવાનો છે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તે સંયુક્ત રીતે સિલ્વર મેડલ મેળવશે. જો વિરોધ આવશે તો તે ખાલી હાથે જ રહેશે. નોંધનિય છે કે, શ્રીજેશ અને વિનેશ માટે આ છેલ્લી ઓલિમ્પિક છે. તેણે નિવૃત્તિની જાહેરાત કરી છે. આ તરફ હવે વિનેશ બુધવારે (14 ઓગસ્ટ) ભારત પરત ફરી શકે છે.
ADVERTISEMENT
નીરજ એક મહિના પછી ઘરે પરત ફરશે
નીરજ ચોપરા લગભગ એક મહિના પછી પોતાના ઘરે પરત ફરશે. નીરજ ચોપરા પેરિસથી સીધા જ જર્મની જવા રવાના થઈ ગયા છે. તબીબી સલાહ બાદ તે જર્મની ગયો છે. તમને જણાવી દઈએ કે, નીરજ હર્નિયાથી પીડિત છે. આવી સ્થિતિમાં મેડિકલ ચેકઅપના કારણે તેમને જર્મની જવા માટે કહેવામાં આવ્યું છે. જરૂર પડશે તો તેની સર્જરી પણ ત્યાં જ થશે. આ પછી નીરજ લગભગ એક મહિના સુધી જર્મનીમાં રહ્યા બાદ સ્વદેશ પરત ફરશે.
ADVERTISEMENT

જાણો કઈ રીતે વિનેશ ફોગાટ મેડલ ચૂકી ગઈ ?
ADVERTISEMENT
પેરિસ ઓલિમ્પિક દરમિયાન વિનેશે 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલની ખાતરી આપી હતી. પરંતુ મેડલ મેચ પહેલા તેને ગેરલાયક ઠેરવવામાં આવી કારણ કે તેનું વજન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેચ પહેલા કરતા 100 ગ્રામ વધારે હતું. આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો જેના પર આજે (13 ઓગસ્ટ) નિર્ણય આવવાનો છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગટને હજુ પણ ન્યાય મળવાની આશા છે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તેઓ સંયુક્ત રીતે સિલ્વર મેડલ મેળવશે.
વધુ વાંચો : પેરિસ ઓલિમ્પિકના પદકવીરો સાથે મુલાકાત કરશે PM મોદી, આ તારીખ થઈ ફાઈનલ
ADVERTISEMENT
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના મેડલ
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં પહેલો મેડલ જીત્યો 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ. ત્યારબાદ મનુ ભાકર-સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી સ્વપ્નિલ કુસાલે મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ચોથો મેડલ અપાવ્યો હતો. આ પછી નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. જ્યારે કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા કુસ્તીમાં બ્રોન્ઝ જીતીને છઠ્ઠો મેડલ મેળવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.