બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Parents of rape convict want custody of child born out of rape

અજીબ કિસ્સો / 'પુત્રના રેપને કારણે પેદા થયેલ બાળક લેવા સુપ્રીમ આવી માતા, ધૃણા થઈ ચીફ જસ્ટીસને, જુઓ શું કર્યું

Hiralal

Last Updated: 10:46 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેપ કેસના આરોપીના માતાપિતાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરીને તેમના પુત્રના રેપના કારણે પેદા થયેલ બાળક લેવાની વાત કરતાં ચીફ જસ્ટીસ ભડકી ઉઠ્યાં હતા.

  • સુપ્રીમ કોર્ટમાં આવ્યો અજીબ મામલો
  • બળાત્કારીના માતાપિતાએ કરી અજીબ માગ
  • પુત્રના રેપને કારણે પેદા થયેલ બાળકો અમને સોંપો
  • ચીફ જસ્ટીસ આકરો ઠપકો આપીને ફગાવી અરજી 

સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો હતો, જેના પર વકીલને ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચુડના ભયાનક ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ કેસ બળાત્કારના એક દોષી સાથે જોડાયેલો હતો. આ અરજીની વિગતો સાંભળ્યાં બાદ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ ગુસ્સે ભરાયા હતા અને આ અરજીને પણ ફગાવી દીધી હતી. 

Parents of rape convict want custody of child born out of rape

રેપિસ્ટના માતાપિતાએ શું માગ કરી 
અરજીમાં બળાત્કારના દોષીના માતા-પિતાએ માંગ કરી હતી કે, બળાત્કાર બાદ જન્મેલ બાળકને તેમને સોંપવામાં આવે.

ભડકેલા ચીફ જસ્ટીસ બોલ્યાં- અરજીની પણ હદ હોય 
માતાપિતાની આવી માગ પર ચીફ જસ્ટીસ ચંદ્રચુડ ભડકી ઉઠ્યાં હતા અને વકીલને ફટકાર લગાવતાં કહ્યું કે અહીં આવતી અરજીઓની પણ એક હદ હોય છે. સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટીસ પી એસ નરસિમ્હાની બનેલી ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. ઉત્તરાખંડના પૌડી જિલ્લાના જખની ખાલના એક યુવકને બળાત્કારના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. બળાત્કારના દોષીની માતા વતી આ અરજી દાખલ કરવામાં આવી હતી. રેપિસ્ટની માતા રાખી દેવીએ કોર્ટમાં અરજી કરી હતી કે, જે છોકરી પર તેના પુત્રે બળાત્કાર ગુજાર્યો હતો તેને કારણે પેદા થયેલ બાળકને મને સોંપી દો. આટલું સાંભળ્યાં બાદ ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ ગુસ્સે થઈ ગયા હતા. 

બાળકના ભલા માટે કબજો જોઈએ-બોલ્યાં રેપિસ્ટના વકીલ, ચીફ જસ્ટીસ ફગાવી અરજી 
ચીફ જસ્ટીસે માતાપિતાને ઠપકો આપતા કહ્યું કે તમારો દીકરો રેપના ગુનામાં જેલમાં છે અને તમે ઈચ્છો છો કે તે બાળક (બળાત્કાર બાદ જન્મેલું બાળક) તમને સોંપવામાં આવે? આ પછી વકીલે કહ્યું કે, આ રિક્વેસ્ટ બાળકના ભલા માટે છે. જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું, તમે જાણો છો કે તમે શું કહી રહ્યા છો? અરજી ધ્યાનમાં ન લેતા આખરે માતાપિતા નિરાશ થઈને ઘેર પાછા આવ્યાં હતા. 

શું હતો કેસ 
ઉત્તરાખંડના પૌડી જિલ્લાના જખની ખાલના એક યુવાને છોકરી પર રેપ કરતાં તે ગર્ભવતી બની હતી અને તેણે છોકરાને જન્મ આપ્યો હતો. આ છોકરાનો કબજો લેવા માટે યુવાનની મા સુપ્રીમ પહોંચી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ