બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / parents demand dont open school in Gujarat

શિક્ષણ સમાચાર / 5 દિવસમાં આ સ્થિતિ છે તો સ્કૂલ શરૂ થયા બાદ શું થશે, હજુ આટલો સમય સ્કૂલ બંધ રાખો : વાલીઓની માંગ

Gayatri

Last Updated: 03:31 PM, 18 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલ શરૂ થવાનો મામલો સામે આવ્યો છે. કોરોનાના કેસ વધતા સ્કૂલો બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સ્કૂલ શરૂ ન કરવા માટે ફરી માગ ઉઠી રહી છે. દિવાળીમાં રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

  • રાજ્યમાં સ્કૂલ શરૂ થવાનો મામલો
  • કોરોનાના કેસ વધતા સ્કૂલ બંધ રાખવા માંગ
  • વધુ એક મહિનો સ્કૂલ બંધ રાખવા માંગ

આગામી 23 નવેમ્બર થી શાળા કોલેજો શરૂ  કરવા માટે સરકરે મંજૂરી આપી છે પરંતુ તેમાં વાલી  પાસે થી સંમતિ લેવાનો પત્ર  બહાર  પડ્યો હોઈ તે લેટર વાયરલ થતા વાલી ઓ માં રોષ જાગ્યો છે વાલીઓનું કહેવું છે કે સરકાર અને શાળા સઁચાલક એ પોતાના હાથ ખાનખેરી ને બધી જવાબદારી વાલીઓ  ના માથે નાખી છે તે વ્યાજબી નથી અને બાળકો કોરોના થી સનકારમિત થાય તો જવાબદાર કોણ અને જો સરકાર આનો કોઈ ઉકેલ નહીં લાવે તો અમે બાળકો ને શાળા એ મોકલીશું નહીં
 
દિવાળી ના વેકેશન બાદ હવે રાજય સરકરે આગામી 23 નવેમ્બર થી શાળા કોલેજો શરૂ  કરવાની મંજૂરી આપી છે અને તને લઈ ને હજુ વિવાદ ચાલી રહ્યો છે સરકાર અને સઁચાલકો શાળા કોલેજ શરૂ  કરવા માંગે છે પરંતુ હાલ ની સ્થિતિ ને લઈ ને વાલીઓ ચિંતિત છે અને પોતાના બાળકો  ને શાળા એ મોકલવા રાજી નથી  તાજેતરમાં આ સન્દર્ભે એક વાલીઓ માટે સંમતિ પત્ર વાયરલ થતા જ વાલીઓની ચિંતા માં ઓર વધારો થયો છે અને વાલીઓ નું કહેવું છે કે સરકર અને સઁચાલકો એ બન્ને એ હાથ ખાનખેરી ને તમામ જવાબદારીઓ વળી ના માથે નાખી છે તે વ્યાજબી નથી.

આજે સવારથી સોસીયલ મીડિઅયમાં એક વળી માનતી પત્ર વાયરલ થતા ચકચાર જાગી છે આ પત્ર માં જણાવ્યું છે કે શાળા કોલેજ માં  પોતાના બાળકો ને મોકલે છે તે વાલીઓ પોતાની જવાબદારી થી મોકલે છે  સરકાર કે શાળા સઁચાલકો જવાબદાર નથી આ પ્રકાર નો પત્ર વાયરલ થાત જ વાલીઓ ની ચિંતામાં વધારો થયો છે જો કે શાળા સઁચાલકો નું કહેવું છે કે આમતો  વિધ્યાર્થીઓ ની સ્વાસ્થ્ય ઓ ની જવબદારી અમારી પણ છે પરંતુ કેટલાક વાલીઓ એવા હોઈ છે કે વગર કારણે શાળા સઁચાલકો ને પરેશન કરતા હોઈ છે માટે આ રકારની સમતી લેવાનું નક્કી કરાયું છે

વધુ એક મહિનો સ્કૂલ બંધ રાખવામાં આવે તેવી માગ ઉઠી

વાલીઓનું કહેવું છે કે, સ્કૂલ શરૂ થશે તો વિદ્યાર્થીઓની શું હાલત થશે? પેરેન્ટસ એસોસિએશન અને ડોક્ટરોએ આ અંગે પોત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. 5 દિવસમાં આ સ્થિતિ છે તો સ્કૂલ શરૂ થશે ત્યારે શુ પરિસ્થિતિ થશે? વધુ એક મહિનો સ્કૂલ બંધ રાખવામાં આવે તેવી માગ ઉઠી રહી છે. 

દિવાળીના તહેવારોમાં મોકળા મને અમદાવાદના બજારોમાં ફરી રહેલા અમદાવાદીઓએ હવે માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. કારણ કે, કોરોનાની મહામારી વચ્ચે બજારોની હેકડેઠેઠ જનમેદનીએ કોરોનાને મોકળું મેદાન આપી દીધુ છે જેનો પરચો કાળીચૌદરસની રાતથી જ જોવા મળ્યો હતો. આ સ્ફોટક સ્થિતિને પગલે 16 નવેમ્બરે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. 

એક સમયે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પણ દિવાળીના તહેવારો બાદ હવે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ 50 ટકાથી વધી ગયા છે, તેમાં પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાલી નવા વર્ષના દિવસે જ 140 નવા કોરોનાના દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ સિવિલમાં સારવાર લઈ રહેલા 625 દર્દીમાંથી 475 ઓક્સિજન પર છે.

ઉલ્લેખનીય છે કે, શિયાળાની શરૂઆત અને તહેવારોની મોસમ જામી છે ત્યારે કોરોના વાયરસથી બચવા માટે ખાસ કાળજી રાખવા માટે ચેતવણી આપવામાં આવી છે. જો કે, આ તમામ પ્રકારની ચેતવણી અવગણીને ગુજરાતીઓ ટહેલવા નીકળી પડ્યા છે.પરંતુ આ તમામ બાબતો વચ્ચે ગુજરાતમાં થોડાક દિવસોથી કોરોના વાયરસ ફરીથી માથું ઊંચકી રહ્યો છે. દિવાળીના તહેવારોની મોસમ જામી છે ત્યારે મહાનગરોમાં લોકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા દેખાયા હતા ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.  

શું છે રાજ્યમાં સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1125 કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે.  મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ  91.45 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 47,328 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 6,923,993 પર પહોંચ્યો છે. 

કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1116 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,74,088  પર પહોંચ્યો છે. આજે 7 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3815 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલમાં 12458 એક્ટિવ કેસ છે, આ કેસ પૈકીના 74 દર્દીઓ સરકારી ચોપડે વેન્ટિલેટર પર છે જ્યારે 12384 દર્દીઓ સ્ટેબલ છે. 

દવાખાનાઓમાં બેડ ખૂટી પડે તેવી સ્થિતિ 

દેશ દિવાળીના તહેવારોની ઉજવણી કરી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના નવા કેસ પણ સામે આવી રહ્યા છે અને ખાસ કરીને મહાનગરોમાં સંક્રમણે ચિંતા વધારી છે. ગઇકાલે કોરોના વાયરસના નવા 926 કેસ સામે આવ્યા હતા. તો ચિંતાજનક વાત એ છે કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 648 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે, 80 દર્દીઓ ઓક્સિજન બહારથી પુરો પાડવામાં આવ્યો છે. તો મે મહિના કરતા પણ ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

હોસ્પિટલ ફૂલ થવાની પણ શક્યતા

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થયો છે ત્યારે અમદાવાદમાં આગામી દિવસોમાં જો આવી જ સ્થિતિ રહી તો હોસ્પિટલ ફૂલ થવાની પણ શક્યતાઓ નકારી શકાતી નથી. ત્યારે આ સ્થિતિને પહોંચી વળવા મનપા તંત્રએ કમર કસી છે અને બેડ ખૂટે તો કિડની અને કેન્સર હોસ્પિટલના બેડ ઉપયોગમાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 

તહેવાર ટાણે કોરોનાનો થયો વિસ્ફોટ 

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને દિવાળી બાદ હવે મુખ્યત્વે અમદાવાદમાં કોરોનાએ ચિંતામાં વધારો કર્યો છે. અમદાવાદમાં દિવાળી માં જાણે કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

17/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 234
સુરત 180
વડોદરા 133
ગાંધીનગર 58
ભાવનગર 7
બનાસકાંઠા 52
આણંદ 17
રાજકોટ 92
અરવલ્લી 5
મહેસાણા 60
પંચમહાલ 15
બોટાદ 3
મહીસાગર 25
ખેડા 12
પાટણ 34
જામનગર 22
ભરૂચ 16
સાબરકાંઠા 14
ગીર સોમનાથ 6
દાહોદ 18
છોટા ઉદેપુર 4
કચ્છ 23
નર્મદા 3
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 0
નવસારી 2
જૂનાગઢ 19
પોરબંદર 0
સુરેન્દ્રનગર 45
મોરબી 12
તાપી 0
ડાંગ 0
અમરેલી 11
અન્ય રાજ્ય 0

સંકળાયેલા મુદ્દાઓ

Education News covid 19 કોરોના શિક્ષણ સમાચાર Education News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ