બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / પંકજ ધીરના મોતનું કારણ બની આ ભયંકર બીમારી, જીતીને પણ હારી ગયા મહાભારતના 'કર્ણ'

પંકજ ધીર ડેથ / પંકજ ધીરના મોતનું કારણ બની આ ભયંકર બીમારી, જીતીને પણ હારી ગયા મહાભારતના 'કર્ણ'

Hiralal Parmar

Last Updated: 02:56 PM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિગ્ગજ એક્ટર પંકજ ધીરનું એક ઘાતક બીમારીને કારણે અવસાન થયું છે. આ બીમારી જ એવી છે કે જેને ચપેટમાં લેય તેનું મોત નક્કી હોય છે.

એક ભયંકર બીમારી એવી છે કે જેની ચપેટમાં આવ્યાં તેનું મોત નક્કી હોય છે અને હાલમાં મહાભારત સીરિયલમાં કર્ણનું પાત્ર ભજવનાર દિગ્ગજ એક્ટર પંકજ ધીરના કિસ્સામાં આ વાત સાચી પડી છે.

કેન્સરની બીમારીએ ભોગ લીધો

જેનું નામ સાંભળતાં જ મરણનો ધ્રાસકો પડે એવી બીમારીએ મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનો ભોગ લીધો હતો. આ બીમારીનું નામ છે કેન્સર. કેન્સરને કારણે 69 વર્ષની વયે દિગ્ગજ એક્ટર પંકજ ધીરનું અવસાન થયું છે. તેમના મૃત્યુથી ચાહકો અને ઉદ્યોગ શોકમાં ડૂબી ગયો છે.

જીતીને હારી ગયા પંકજ ધીર

પંકજ ઘણા સમયથી કેન્સરથી પીડાતા હતા અને એક વાર તો તેઓ કેન્સરમાંથી સાજા પણ થઈ ગયા હતા પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તેમનું કેન્સર પાછું આવ્યું. અભિનેતાની હાલત ગંભીર હતી. આ રોગને કારણે તેમની મોટી સર્જરી પણ થઈ હતી. જોકે, પંકજને બચાવી શકાયા નહીં.

વધુ વાંચો : મોટા સમાચાર : મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું અવસાન થતાં ચારે તરફ શોક, કેન્સર સામેનો જંગ હાર્યાં

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું

પંકજ ધીરે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું છે. તે ‘ચંદ્રકાંતા’, ‘યુગ’, ‘ધ ગ્રેટ મરાઠા’ અને ‘બધો બહુ’ જેવા શોમાં જોવા મળ્યો હતો. તે ‘આશિક આવારા’, ‘સડક’, ‘સોલ્જર’ અને ‘બાદશાહ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે.

કેન્સરથી કેવી રીતે બચી શકાય?

કેન્સરને રોકવા માટે શું કરી શકાય તે અંગે, જો તે તેના પ્રારંભિક તબક્કામાં શોધી ન શકાય, તો તે શરીરના અન્ય ભાગોમાં ઝડપથી ફેલાઈ શકે છે. આ જોખમ ઘટાડવા માટે, તમે જીવનશૈલીમાં ફેરફાર કરી શકો છો, જેમ કે તમાકુ અને દારૂથી દૂર રહેવું, સ્વસ્થ આહાર લેવો અને દરરોજ કસરત કરવી. વધુમાં, લોકો તેને રોકવા માટે સર્જરી, કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને ઇમ્યુનોથેરાપીનો આશરો લે છે. જો કે, આ સારવારોની અસરકારકતા દર્દી સ્વસ્થ થયા પછી જ નક્કી થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pankaj dheer death Pankaj dheer news Pankaj dheer death reason
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ