ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / અજબ ગજબ / Pandas forced to perform pind daan by themselves in Varanasi amid coronavirus lockdown

વારાણસી / મોક્ષનગરી ગયામાં સર્જાઈ છે એવી સ્થિતિ કે પંડાઓ જાતે જ કરી રહ્યા છે પિંડદાન

Published By: Shalin

Last Updated: 07:54 PM, 26 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉનમાં દેશના તમામ મંદિરોની જેમ મોક્ષનગરી ગયાનું વિષ્ણુપદ મંદિર પણ બંધ છે. બીજા મંદિરોમાં ભગવાનના ભોગ વગેરેનું કામ પૂજારી નિભાવી રહ્યા છે, પરંતુ વિષ્ણુપદ મંદિરની પરેશાની કંઇક અલગ છે. પિતૃઓને મોક્ષ અપાવવા માટે અહીં પખવાડિયાંથી કોઇ આવ્યું જ નથી.

ADVERTISEMENT

  • એક દિવસ પણ તર્પણ છૂટી જાય તો ગયાસુર જાગી જાય તેવી પ્રાચીન માન્યતા
  • લોકડાઉનમાં દેશનાં તમામ મંદિરોની જેમ મોક્ષનગરી ગયાનું વિષ્ણુપદ મંદિર પણ બંધ છે

માન્યતા એવી છે કે અહીં મંદિરમાં રોજ ઓછામાં ઓછું એક મુંડન અને એક પિંડનું તર્પણ અનિવાર્ય છે. મુંડ એટલે મંદિરની પાસે સ્મશાન માં એક શબદાહ અને પિંડ એટલે કે મંદિરમાં કોઇ એક વ્યક્તિ દ્વારા પિંડદાન.

પ્રાચીન માન્યતા અનુસાર, શાસ્ત્રો અને પુરાણોના માધ્યમથી પંડા સમાજના લોકો કહે છે કે ગયાસુરને ભગવાન વિષ્ણુ પાસેથી મળેલા વરદાન બાદથી આ પરંપરા સનાતન કાળથી ચાલી આવે છે. તેઓ કહે છે કે ગયાસુરની આ ઇચ્છા જે દિવસે પૂરી નહીં થાય ત્યારે તે પુનઃપ્રગટ થશે. લોકડાઉન માં અહીં પિતૃતર્પણ માટે કોઇ આવતું નથી. શબના અંતિમસંસ્કાર માટે પણ લોકોને સ્મશાન સુધી પહોંચવામાં સમસ્યા થાય છે. પિંડદાનનો ક્રમ તૂટતાં ગયાસુર જાગે નહીં તે માટે ગયાપાલ પંડા સમાજે ૨૨ એપ્રિલથી પિંડદાનની જવાબદારી ખુદ ઉઠાવી લીધી છે. 

હવે રોજ પંડા સમાજની એક વ્યક્તિ પિંડદાન કરાવી રહે છે કેમકે બધા યજમાન કર્મકાંડ બાદ ચાલ્યા ગયા છે.  શબના અંતિમસંસ્કાર માટે પણ એકલ-દોકલ લોકો સ્મશાન પહોંચે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Cremation Varanasi lockdown લોકડાઉન વારાણસી સ્મશાન LOCKDOWN

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ