બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Panchmahal: School children forced to study in the open, when will the new class rooms be built?

VIDEO / પંચમહાલ: શાળાના બાળકો ખુલ્લામાં ભણવા મજબૂર, નવા ક્લાસ રૂમ ક્યારે બનશે?

Vishal Khamar

Last Updated: 12:17 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજ સુધી તમે શાળામાં બાળકોની પરીક્ષા લેતા શિક્ષકોને જોયા હશે. ત્યારે પંચમહાલના ઘોઘંબાની ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળાના બાળકોથી વિશેષ કોઈ નહીં આપી શકે. કેમકે, સ્માર્ટ અને ડિજિટલ ક્લાસ રૂમની જાહેરાતો વચ્ચે આ શાળાના બાળકો આજે પણ ટાઢ, તાપ અને વરસાદમાં ખુલ્લામાં ભણવા મજબૂર છે.

હાલ અંગ દઝાડતી કાળઝાળ ગરમી આપણી પરીક્ષા લઈ રહી છે. પરંતુ આ ભૂલકાઓને શિક્ષણતંત્ર તો જાણે આ ભૂલકાઓની સહનશક્તિની બારેમાસ પરીક્ષા લઈ રહ્યું છે. રાજ્યમાં શિક્ષણવિભાગના અનેક દાવાઓની પોલ ખુલી જવા પામી છે. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલી ખાનપાટલા સરકારી પ્રાથમિક શાળાના છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ શાળાના રૂમ જર્જરિત છે અને બાળકો ટાઢ, તાપ, અને વરસાદ જેવી ઋતુમાં આ રીતે ભણવા મજબૂર છે. એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં સ્માર્ટ અને ડિજિટલ ક્લાસરૂમ ઊભા કરવાની જાહેરાતો કરવામાં આવે છે, તો આ તરફ વર્ષો બાદ પણ આ શાળાના જર્જરિત ઓરડાને હટાવી નવા ઓરડા ઊભા કરવાની તંત્ર પાસે ફુરસદ નથી. આ શાળાના જર્જરિત ઓરડા તોડીને નવા સાત ઓરડા બનાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. એટલું જ નહીં ઓરડા બનાવવા પાયાની કામગીરી પણ થઈ ચૂકી છે. પરંતુ ત્યાર બાદ આગળની કામગીરીનું હજુ સુધી મુહૂર્ત નીકળ્યું નથી. જેથી સ્થિતિ એ ઉભી થઈ છે કે, બાળકોને નજીકના રહેણાંક મકાન, ગ્રામ પંચાયત કચેરી કે સમાજ વાડીમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. 

ઓરડાનાં અભાવે શિક્ષકોએ બે શિફ્ટમાં શાળા ચલાવવાની ફરજ પડી છે
એક તરફ સરકાર દ્વારા બાળકોને શાળા તરફ આકર્ષવા વિવિધ કાર્યક્રમો ચલાવાય છે. તો બીજી તરફ સરકારી તંત્ર જ અહીં પોતાની ફરજમાં ક્યાક ચૂક ખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કર્યા વિના જ વિદ્યાર્થીઓને આ જર્જરિત ઓરડામાં નહીં બેસવા દેવાનો હુકમ કરી દીધો. આથી બાળકો દરેક ઋતુમાં આ રીતે ભણવા મજબૂર બન્યા છે. એટલું જ નહીં ઓરડાના અભાવે શિક્ષકોએ પણ શાળા બે શિફ્ટમાં ચલાવવાની ફરજ પડી છે.

મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લઈ રહ્યા છે
સરકાર દ્વારા આ વિસ્તારના બાળકોના આરોગ્ય, તંદુરસ્તી અને સ્વાસ્થ્યની ચિંતા કરી મધ્યાહન ભોજન તો આપવામાં આવી રહ્યું છે. પરંતુ ખાનપાટલા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ મધ્યાહન ભોજન પણ ખુલ્લામાં લઈ રહ્યા છે. 

વધુ વાંચોઃ 5 વર્ષમાં CR પાટીલની મિલકત 2 કરોડ વધી તો પત્નીની મિલકત 7.78 કરોડ ઘટી, જાણો કેટલી છે કુલ સંપત્તિ

ઓરડામાં નહી બેસવાનાં હુકમથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે
આ શાળાના ઓરડા કદાચ સો વર્ષ જૂના છે. ત્યાં બેસવું હવે મોતને આમંત્રણ આપવા જેવું છે. આ વાત સમજતા તંત્રને આટલા બધા વર્ષો વીતી ગયા છે.  પરંતુ હવે તે ઓરડામાં નહીં બેસવાના હુકમથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. તે ખોટ ક્યારે પુરાશે તેનો જવાબ કોઈ પાસે નથી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ghoghamba Khanpatla Govt School Panchmahal ખાનપાટલા સરકારી સ્કૂલ ઘોઘંબા પંચમહાલ વિદ્યાર્થીઓને હાલાકી Panchmahal
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ