બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / CR Patil's property increased by 2 crores in 5 years, wife's property decreased by 7.78 crores, know how much is the total wealth
Last Updated: 11:01 AM, 20 April 2024
નવસારી બેઠકનાં ભાજપનાં ઉમેદવારી સી.આર.પાટીલની ઉમેદવારી પત્રમાં ખુલાસો થયો છે. જેમાં પાંચ વર્ષમાં સી.આર.પાટીલની મિલકતમાં 2 કરોડનો વધારો થયો હતો. જ્યારે પાટીલની પત્નિની મિલકતમાં 7.78 કરોડનો ઘટાડો થયો હતો. પાટીલ અને તેમની પત્નિની કુલ મિલકતમાં 38.19 કરોડનો દર્શાવવામાં આવી હતી. સી.આર.પાટીલના પત્નિની કુલ મિલકત 17.94 કરોડ દર્શાવવામાં આવી હતી. તેમજ સી.આર.પાટીલે દર્શાવેલી મિલકતમાં વિવિધ રોકાણ તેમજ વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
નવસારીના કોંગ્રેસના ઉમેદવારની મિલકતને લઇને ખુલાસો
તો બીજી તરફ નવસારીનાં કોંગ્રેસનાં ઉમેદવાર નૈષધ દેસાઈએ પણ ગત રોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. નૈષધ દેસાઈની મિલકતને લઈને પણ ખુલાસો થયો હતો. નૈષધ દેસાઈએ ઉમેદવારી ફોર્મમાં કુલ 6.45 કરોડ રૂપિયાની મિલકત દર્શાવી હતી. નૈષધ દેસાઈ અને તેમનાં પત્નિની કુલ મિલકત 14.18 કરોડ હતી. નૈષધ દેસાઈના પત્નિના નામે 7.73 કરોડની મિલકત હોવાનો પણ ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ કર્યો છે.
ADVERTISEMENT

તા. 12 એપ્રિલથી તા. 19 મી એપ્રિલ સુધી કુલ 35 લોકોએ ઉમેદવારી નોંધાવી
ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીને લઈ ગત રોજ ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે નવસારી લોકસભા બેઠકનાં ભાજપ તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે તા. 12 એપ્રિલથી તા. 19 મી એપ્રિલ સુધી કુલ 35 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
ADVERTISEMENT

વધુ વાંચોઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો, પતિ અને પુત્રને છોડીને આવેલી મહિલાનું પ્રેમી સાથે કરાવ્યું મિલન
ADVERTISEMENT
તા. 22 એપ્રિલનાં સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
તા. 12 થી 19 એપ્રિલ દરમ્યાન ભરાયેલ ઉમેદવારી પત્રોની તા. 20 એપ્રિલનાં રોજ સવારે 11 વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારી દ્વારા ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. તેમજ તા. 22 એપ્રિલનાં રોજ બપોરનાં 3 કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. તેમજ આગામી તા. 22 એપ્રિલનાં સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.