બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોતી, ટોપી અને ચશ્મા પહેરીને અધિકારીએ કર્યો વેશપલટો, પાર પાડ્યું મજબૂત સ્ટિંગ ઓપરેશન, જુઓ Video

વાહ! / ધોતી, ટોપી અને ચશ્મા પહેરીને અધિકારીએ કર્યો વેશપલટો, પાર પાડ્યું મજબૂત સ્ટિંગ ઓપરેશન, જુઓ Video

Last Updated: 01:28 PM, 3 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીનું ગોધરા મામલતદાર કચેરીએ સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી કામગીરીઓને લઈ લોકોને પડતી મુશ્કેલીઓનો પુરવઠા અધિકારીએ જાત અનુભવ કર્યો હતો.

સરકારી કચેરીઓમાં કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી બેદરકારીના કારણે લોકોને હાલાકી વેઠવાની વારી આવતીન હોય છે. ત્યારે ઘણો વખત જાગૃત અધિકારીઓ દ્વારા વેશપલટો કરીને તેમના કચેરીમાં કેવી કામગીરી થઇ રહી છે. તે ચકાસણી કરવામાં આવતી હોય છે. ત્યારે તાજેતરમાં પંચમહાલમાં આવો કિસ્સો જોવા મળ્યો હતો. જેમાં પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા વેશ પલટો કરી ગોધરા મામલતદાર કચેરી પહોંચ્યા હતા.

લોકોને પડતી મુશ્કેલીઓનો પુરવઠા અધિકારીએ જાત અનુભવ કર્યો

પાંચ જેટલા રેશનકાર્ડ ધારકોને સાથે રાખી પુરવઠા અધિકારી એચ.ટી મકવાણાએ સ્ટીંગ ઓપરેશન ખળભળાટ કર્યું હતું. જેમાં સરકારી કામગીરીઓને લઈ લોકોને પડતી મુશ્કેલીઓનો પુરવઠા અધિકારીએ જાત અનુભવ કર્યો હતો. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતોનો ખુલાસો થયો હતો. ગોધરા મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડીનો મોટો ખુલાસો થયો હતો.

વધુ વાંચોઃમહેસૂલ વિભાગે વર્ગ 1ના 8 અધિકારીઓની કરી બદલી, નવી મનપાઓમાં ડેપ્યુટી કમિશનર તરીકે ટ્રાન્સફર

મળતી માહિતી અનુસાર આ કચેરીમાં ઝેરોક્ષ પેટે અને સ્ટેમ્પ પેટે વધારે નાણા પડાવતા હોવાની હકીકત પણ બહાર આવી હતી. ત્યારે રેશનકાર્ડના નાણાં ખોટી રીતે લેતા હોવાનું પણ સ્ટીંગ ઓપરેશન દરમિયાન બહાર આવ્યું હતું. જિલ્લા પુરવઠા અધિકારીએ તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકોની પડતર અરજીઓ છેલ્લા એક વર્ષની કબજે લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મામલતદાર કચેરીના કર્મચારી તેમજ સ્ટેમ્પ વેન્ડર સામે નિયમો અનુસાર કાર્યવાહી શરૂ કરાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Godhra Mamlatdar Office Supply Officer HT Makwana Panchmahal News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ