બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Pakistan Parliament raised demand that Imran Khan Should be hanged in public

કપરો સમય / 'ઈમરાન ખાનને સરેઆમ ફાંસી આપી દો', પાક સંસદમાં ઉઠી માંગ, સત્તાધારી પક્ષના કાર્યકરોએ સુપ્રીમને ઘેરી

Vaidehi

Last Updated: 04:49 PM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનમાં એકતરફ ઈમરાન ખાનનાં સમર્થકો છે તો બીજી તરફ તેના વિરોધીઓ છે. તો હવે પાક. સંસદમાં ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઊઠી છે.

  • પાકિસ્તાનમાં હોબાળાની સ્થિતિ યથાવત
  • SC એ ઈમરાનની પત્નીને 23 મે સુધી આપી જામીન
  • સંસદમાં ઈમરાનને ફાંસી આપવાની ઊઠી માંગ

પાકિસ્તાનની રાજનૈતિક સ્થિતી સુધરવાનું નામ નથી લઈ રહી. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને SC તરફથી જામીન તો મળી ગઈ છે પરંતુ હવે ઈમરાનની વિરોધી રાજનૈતિક પાર્ટીઓ આગળ આવી છે. ઈમરાનની મુક્તિનાં વિરોધમાં PDMએ સુપ્રીમ કોર્ટની સામે પ્રદર્શન શરૂ કર્યું છે. એટલું જ નહીં લોકોએ ત્યાં પોતાનાં કેમ્પ બનાવી લીધાં છે.

જાહેરમાં ફાંસી આપવાની માંગ
પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઊઠવા લાગી છે. નેશનલ એસેંબલીમાં વિપક્ષ નેતા રાજા રિયાઝ અહમદ ખાને કહ્યું કે 'ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી થવી જોઈએ પરંતુ કોર્ટ તો તેમનું એવી રીતે સ્વાગત કરી રહી છે કે જાણે તેઓ તેના જમાઈ હોય.' તો બીજી તરફ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને લાહોર હાઈકોર્ટથી 23 મે સુધી જામીન મળી છે.

PDM કરી રહ્યું છે વિરોધ
પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેંટ PDM અનેક પાર્ટીઓનું બનેલું એક સંગઠન છે જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગનાં નવાઝ, જમીયત ઉલેમા-એ-ફઝલ અને PPP સહિત અનેક પાર્ટીઓ શામેલ છે.  

કલમ ૫૯ અને ૬૦ હેઠળ કેસ દાખલ 
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના વડા અને પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન વિરુદ્ધ પાકિસ્તાન આર્મી એક્ટની કલમ ૫૯ અને ૬૦ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.૯ મેના રોજ ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી અને ત્યાર બાદ સમગ્ર દેશમાં હિંસા ભડકી ઊઠી હતી એ વખતે પાકિસ્તાની સેનાના વડા જનરલ આસિમ મુનિરે તોફાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેખાવકારોને ભડકાવનારાઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને હવે જ્યારે પાક.સેનાએ ઇમરાન વિરુદ્ધ ખતરનાક કાયદા હેઠળ દાખલ કર્યો હોવાથી ઇમરાનને મોતની સજા થઈ શકે છે એવી વાતો જોરશોરથી વહેતી થઈ છે.

કોર્ટની બહાર ધરણાં
સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને રાહત આપતા પાકિસ્તાન શાસક પક્ષના કાર્યકરો આજે સુપ્રીમ કોર્ટની બહાર ધરણાં કરી રહ્યાં છે. સત્તાધારી પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ડ (પીડીએમ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સુપ્રીમ કોર્ટ બહાર ધરણાં કરવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન, એવા પણ અહેવાલો છે કે પાક.સેનાએ દેશદ્રોહના આરોપમાં ઇમરાન અને  તેનાં પત્નીને દસ વર્ષ સુધી  જેલમાં રાખવાની યોજના બનાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ