બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Assembly election 2023 / ભારત / pakistan former cricketer danish kaneria takes dig on congress after defeat in assembly elections

Assembly Elections 2023 / 'હવે કહો પનોતી કોણ'? કોંગ્રેસના કારમા પરાજય બાદ ક્રિકેટરે છોડ્યું ખૂંપી જાય તેવું તીર, લોકોએ લીધી મજા

Hiralal

Last Updated: 02:18 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

3 રાજ્યોના ચૂંટણી પરિણામોમાં કારમા પરાજય બાદ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસને ટોણો મારીને શાનમાં ને શાનમાં રાહુલ ગાંધીને પનૌતી ગણાવ્યાં હતા.

  • 3 રાજ્યોમાં પરાજય બાદ પાક.ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસની લીધી મજા
  • ટોણો મારતાં કહ્યું, હવે કહો પનૌતી કોણ છે
  • કનેરિયાનો ઈશારો રાહુલ ગાંધી તરફ હતો 

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કારમા પરાજય બાદ પૂર્વ ક્રિકેટર અને લોકોએ પણ કોંગ્રેસની મજા લેવાનું શરુ કર્યું છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું ભભરાવીને મોટો ટોણો માર્યો છે. 

શું ટ્વિટ કર્યું દાનિશ કનેરિયાએ 
દાનિશ કનેરિયાએ કોંગ્રેસને ટોણો મારીને શાનમાં ને શાનમાં રાહુલ ગાંધીને પનૌતી ગણાવ્યાં હતા. કનેરિયાએ ટ્વિટ કરીને ખાલી એટલું જ પૂછ્યું કે પનૌતી કોણ છે. તેમનો આ ટોણો સીધો રાહુલ ગાંધી પર સમજવામાં આવ્યો હતો. 

રાહુલ ગાંધીએ વર્લ્ડ કપમાં ભારતની હાર બદલ મોદીને જવાબદાર ગણાવ્યાં હતા 
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ વિધાનસભા ચૂંટણી દરમિયાન રમાઈ હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર માટે સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને જવાબદાર ગણાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ