બ્રેકિંગ ન્યુઝ
બકરી ઈદના સમયે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ આજે પાક અધિકૃત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદ જઇ અને સ્થાનિકો સાથે નમાઝ પઢી અને બકરી ઈદ મનાવી હતી.
ADVERTISEMENT
આ દરમિયાન તેમણે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે, જુઓ, તમે જાણો છો કે દુનિયાનું કાશ્મીર સાથે પોતાનું હિત છે. મે પહેલા જ ઈશારામાં કહી દીધું કે ત્યાં 1 અરબ ડોલરનું બજાર છે.

ADVERTISEMENT
પાક અધિકૃત કાશ્મીરમાં પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, આપણે મૂરખાઓના સ્વર્ગમાં ન રહેવું જોઇએ. પાકિસ્તાની અને કાશ્મીરીઓને તે જાણવું જોઇએ કે કોઇ તમારા માટે નથી ઉભું. તમારે સંઘર્ષ કરવો પડશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદે કહ્યું કે, આમ તો અમે સમુદાય અને ઇસ્લામની વાત કરીએ છીએ, પરંતુ તેમણે ત્યાં ઘણુ રોકાણ કરી રાખ્યું છે અને તેમના પોતાના ફાયદા છે.
ADVERTISEMENT

તેમણે પાકિસ્તાનની આગળની રાહ મુશ્કેલ ગણાવતા કહ્યું કે, ભાવના વ્યક્ત કરવી ખુબ સરળ છે, મને બે મિનિટ લાગશે. 35-36 વર્ષથી રાજકારણ કરી રહ્યો છું, આ મારા માટે ડાબા હાથનું કામ છે. ભાવના વ્યક્ત કરવી સરળ છે અને વાંધો વ્યક્ત કરવો તેનાથી પણ સરળ છે. પરંતુ મામલાને આગળ લઇ જવો ઘણો કઠિન છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રમાં કોઇ પણ હાર લઇને નથી ઉભું, અમે આના માટે સંઘર્ષ કરવો પડશે. સુરક્ષા પરિષદના 5 સ્થાયી સભ્યોમાંથી કોઇ પણ આપણા વિરૂદ્ધ જઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.