ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:16 PM, 30 December 2025
ADVERTISEMENT
પાકિસ્તાનના સૈન્ય અને રાજકીય વર્તુળોમાં આ દિવસોમાં ફીલ્ડ માર્શલ આસિમ મુનીરની પરિવારિક ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરની દીકરીના લગ્ન ગયા અઠવાડિયે રાવલપિંડીમાં યોજાયા હતા, પરંતુ આ લગ્નને લઈને સૌથી વધુ ચર્ચા તેના પારિવારિક સંબંધ છે. આસિમ મુનીરે પોતાની દીકરીના નિકાહ પોતાના જ સગા ભાઈના પુત્ર સાથે કરાવ્યા હોવાની માહિતી સામે આવતા જ સોશિયલ મીડિયા અને રાજકીય ચર્ચામાં ઉથલપાથલ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
આ હાઈ-પ્રોફાઇલ લગ્નમાં દેશના અનેક પ્રખ્યાત રાજકીય નેતાઓ અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા, છતાં સમગ્ર સમારંભને સંપૂર્ણપણે ખાનગી અને ગોપનીય રાખવામાં આવ્યો હતો. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યોજાયેલા આ લગ્ન સામાન્ય જનતાની નજરથી દૂર રાખવામાં આવ્યા, પરંતુ પત્રકારોના ખુલાસા બાદ આ સમાચાર ઝડપથી ચર્ચામાં આવી ગયા.

ADVERTISEMENT
પાકિસ્તાની પત્રકાર ઝાહિદ ગિશ્કોરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કરીને આ લગ્નની વિગતો જાહેર કરી હતી. વીડિયોમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આસિમ મુનીરની દીકરીના નિકાહ તેમના જ ભાઈ કાસિમ મુનીરના પુત્ર સાથે થયા છે. આ માહિતીની પુષ્ટિ અન્ય પત્રકાર રજા મુનીબે પણ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આ લગ્ન સંપૂર્ણ રીતે પરિવારિક સંમતિથી કરવામાં આવ્યા હતા અને રાવલપિંડીમાં પરંપરાગત રીતિ-રિવાજ સાથે નિકાહ સંપન્ન થયો હતો.
ઝાહિદ ગિશ્કોરીએ વીડિયોમાં દુલ્હાની ઓળખ પણ જાહેર કરી હતી. દુલ્હાનું નામ અબ્દુર રહમાન છે, જે અગાઉ પાકિસ્તાન આર્મીમાં કેપ્ટન તરીકે સેવા આપી ચૂક્યો છે. સૈન્ય કારકિર્દી બાદ અબ્દુર રહમાન સિવિલ સર્વિસમાં જોડાયો અને હાલ આર્મી અધિકારીઓ માટેના વિશેષ ક્વોટા હેઠળ આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે કાર્યરત છે. આ માહિતી સામે આવતા જ લોકોમાં વધુ રસ ઊભો થયો છે.
ADVERTISEMENT
પત્રકારના જણાવ્યા મુજબ, આસિમ મુનીરની કુલ ચાર દીકરીઓ છે અને આ તેમની ત્રીજી દીકરી મહનૂરના લગ્ન હતા. પરિવાર સાથે નજીકથી જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આ લગ્ન લાંબા સમયથી નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ સુરક્ષા અને સંવેદનશીલતાને કારણે તેને જાહેર કરવામાં આવ્યું ન હતું.
આ લગ્ન સમારંભમાં પાકિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, પ્રધાનમંત્રી શહબાઝ શરીફ, પંજાબની મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફ ઉપરાંત અનેક નિવૃત્ત જનરલ્સ અને પૂર્વ આર્મી ચીફ્સ હાજર રહ્યા હતા. આટલા મોટા નામો હોવા છતાં સમારંભને સંપૂર્ણ રીતે બંધ દરવાજા પાછળ રાખવામાં આવ્યો હતો, જે પોતે જ અનેક સવાલો ઊભા કરે છે. યુએઈના રાષ્ટ્રપતિ આ લગ્નમાં હાજર રહ્યા હોવાની અફવાઓ પણ ફેલાઈ હતી, પરંતુ પત્રકાર ગિશ્કોરીએ વિશ્વસનીય સૂત્રોના હવાલાથી આ વાતને ખોટી ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ, લગ્નમાં આશરે 400થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા અને તમામ માટે કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ કારણોસર આ લગ્નને જાહેર થવાથી બચાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : સુપરસ્ટાર એક્ટર પર તૂટી પડ્યો દુખનો પહાડ, નેશનલ એવોર્ડ વિજેતા માતાનું અવસાન
આસિમ મુનીર જેવા શક્તિશાળી સૈન્ય અધિકારી દ્વારા પોતાની દીકરીનું લગ્ન પોતાના જ ભાઈના પુત્ર સાથે કરાવવું, પાકિસ્તાનમાં સામાજિક અને રાજકીય બંને દૃષ્ટિકોણથી ચર્ચાનો વિષય બની ગયું છે. કેટલાક લોકો તેને પરંપરાગત પરિવારિક નિર્ણય ગણાવી રહ્યા છે, તો કેટલાક લોકો સત્તા અને પ્રભાવ સાથે જોડીને આ મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT