ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / પહેલગામ કત્લેઆમમાં 'વોશરુમ મોત'નો કંપાવનારો કિસ્સો સામે આવ્યો, જાણીને કહેશો આવું શું કામ કર્યું?
Last Updated: 08:16 PM, 25 April 2025
ADVERTISEMENT
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ નજીક બૈસરન ખાતે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સુશીલ નાથાનીએલની પત્ની જેનિફર નાથાનીએલએ તેના પતિની ક્રૂર હત્યા સુધીની ક્ષણોનો હૃદયદ્રાવક કિસ્સો શેર કર્યો છે. ઈન્દોરમાં મીડિયા સાથે વાત કરતા, જેનિફરે ખુલાસો કર્યો કે શરુઆતમાં અમે ભાગી જવામાં સફળ થયાં હતા પંરતુ છેલ્લી ઘડીએ વોશરુમ જતાં પકડાઈ ગયા અને આતંકીઓએ મારા પતિની હત્યા કરી નાખી.
ADVERTISEMENT
#WATCH | Madhya Pradesh | Mortal remains of Sushil Nathaniel, who was killed in the Pahalgam terror attack, being taken for last rites, in Indore pic.twitter.com/5aanQSZbjt
— ANI (@ANI) April 24, 2025
છેલ્લી ઘડીએ વોશરુમ ગયા તેમાં આતંકીઓએ પકડ્યાં
ADVERTISEMENT
જેનીફરે કહ્યું કે "અમે ત્યાંથી પાછા ફરવાના હતા ત્યારે મારા પતિએ મને કહ્યું કે તેમને વોશરુમ જવું પડે તેમ છે જ્યારે તેઓ વોશરૂમમાંથી બહાર આવ્યા, ત્યારે અચાનક એક જોરદાર અવાજ આવ્યો અને અમને લાગ્યું કે રોપવે તૂટ્યો હશે, પરંતુ જ્યારે અમે પાછળ ફરીએ છીએ, ત્યારે અમે પહેલા પુરુષને જોયો જેને ગોળી વાગી હતી. એક છોકરી રડી રહી હતી અને કહેતી હતી કે આતંકીઓ તેને મારી નાખશે. બધા જ લોકો દોડવા લાગ્યા અને અહીં-તહીં છુપાઈ ગયા. અમે વોશરૂમ પાછળ છુપાઈ ગયા... અમે બધા ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા પણ આતંકવાદીઓએ અમને શોધી કાઢ્યા... અમે ફોન દ્વારા એકબીજાનો સંપર્ક કરી શક્યા નહીં... આતંકવાદીઓએ મારા પતિને કલમા વાંચવાનું કહ્યું, પરંતુ તેમણે ના પાડી ત્યારે આતંકીઓએ તેમને ગોળી મારી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ