બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:44 PM, 1 January 2026
આ વર્ષે OYOની પેરેન્ટ કંપની PRISM તેનો IPO લોન્ચ કરશે. એના માટે તેને Securities and Exchange Board of India (SEBI) પાસે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) પ્રી-ફાઇલિંગ કર્યું છે. જેથી હવે Zepto, PhonePe, PhysicsWallah, Tata Capital, Meesho, Groww, boAt અને Shiprocket જેવી કંપનીઓ બાદ PRISM સ્ટોક એક્સચેન્જ પર તેના શેરના લીસ્ટીંગ માટે પ્રી-ફાઇલિંગ મિકેનિઝમ પસંદ કરનારી 19મી કંપની બની છે.
ADVERTISEMENT
OYOએ IPO દ્વારા 6650 કરોડ રૂપિયા સુધી ભેગા કરવા માંગે છે. આ કંપની આ IPO માટે આશરે 7-8 અરબ ડોલરના વેલ્યુએશન જોવામાં આવી રહી છે. જેમાં શેરધારકોએ 20 ડિસેમ્બર 2025 ના રોજ યોજાયેલી એક જનરલ મીટીંગમાં કંપનીનું ફંડ ઊભું કરવાની યોજનાને મંજૂરી આપી હતી.
આ વર્ષે જૂનમાં OYO ના ફાઉન્ડર રિતેશ અગ્રવાલે ફોર્ચ્યુન ઇન્ડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, કંપની એક ઈન્ડીપેન્ડન્ટ બોર્ડ, મજબૂત ગવર્નેન્સ અને સારી કમાણી સાથે IPO માટે તૈયારી કરવા પર ફોક્સ કરી રહી છે.
ADVERTISEMENT

IPO અનેક વાર લાવવાના પ્રયાસો
ICICI સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, ગોલ્ડમેન સૅક્સ અને સિટીબેંક આ ઇશ્યૂ માટે બુક-રનિંગ લીડ મેનેજર છે. જેમાં તાજેતરમાં સિન્ડિકેટમાં બીજી બેંકો પણ એડ કરવામાં આવી છે. PRISMએ અગાઉ બે વાર IPO લોન્ચ કરવાનો ટ્રાય કર્યો છે. જેમાં વર્ષ 2021 માં IPO માટે અરજી કરી હતી પરંતુ COVID-19 અને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે નિર્ણય પાછો લીધો હતો.
ADVERTISEMENT
PRISMએ ત્યાર બાદ 2023 માં SEBને સુધારેલ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સબમિટ કર્યું હતું. જેમાં તે વર્ષે IPO લોન્ચ કરવાની યોજના બનાવી હતી, પરંતુ ફરીથી કોઈ ડખા થયા હતા. જેમાં તેમને 17 મે 2024 ના રોજ તેની IPO અરજી પાછી ખેંચી લીધી હતી.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.