બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:51 AM, 25 May 2020
ADVERTISEMENT
ઓક્સફર્ડ યુનિવર્સિટીના જેનર ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર એડ્રિયન હિલે કહ્યું કે, આગામી ટ્રાયલમાં 10,000 સ્વયંસેવકોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બની શકે કે કોઈ પરિણામ ન મળી શકે. કારણ કે બ્રિટનમાં કોરોના વાયરસના કેસો ઝડપથી ઘટી રહ્યા છે અને ચેપનું પ્રમાણ ઘટી રહ્યું છે.
એડ્રિયન હિલે જણાવ્યું હતું કે તે એક અદ્રશ્ય વાયરસ અને સમય સાથે દોડ લગાવવા જેવુ છે. આ ક્ષણે એવું લાગી રહ્યું છે કે 50 ટકા સંભાવના છે કે અમને કોઈ પરિણામ ન મળે.
ADVERTISEMENT
ઓક્સફર્ડ યુનિવર્સિટી ChAdOx1 nCoV-19 નામની રસી પર કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ રસી અન્ય રસીઓની તુલનામાં આગળ છે.
એડ્રિયન હિલની ટીમે એપ્રિલમાં જ મનુષ્ય પર પ્રારંભિક પરીક્ષણો શરૂ કર્યા હતા. દુનિયાભરમાં માનવીય પરીક્ષણો સુધી પહોંચનારી રસીઓ બહું ઓછી છે.
ADVERTISEMENT
જાન્યુઆરીમાં નાના લેબ પ્રોજેક્ટના ભાગ રૂપે આ રસી પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ફક્ત ચીનમાં કેસ નોંધાયા હતા. પરંતુ લગભગ 4 મહિના પછી, ફક્ત બ્રિટન જ નહીં પણ વિશ્વની આ રસી ઉપર નજર છે.
આ અઠવાડિયે AstraZeneca નામની ફાર્માસ્યુટિકલ કંપનીએ ઓક્સફર્ડ રસીના 40 કરોડ ડોઝ ઉત્પન્ન કરવા માટે યુ.એસ. સાથે 1.2 બિલિયન ડોલરનો કરાર કર્યો છે. ત્યારે બ્રિટિશ સરકાર 10 કરોડ ડોઝના પૈસા ચુકવવા તૈયાર છે. બ્રિટનના લોકોને આશા છે કે સપ્ટેમ્બર સુધીમાં તેમના માટે 3 કરોડ રસી ડોઝ તૈયાર થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.