બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Over 250 people from Vadodara caught in Israel-Hamas war

મોટું ટેન્શન / ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા, મોટા ભાગે મહિલાઓ, પરિવારો ચિંતિત

Malay

Last Updated: 11:20 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hamas Israel War News Updates: ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ, ઈઝરાયલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા, ગુજરાતમાં પરિવારો ચિંતામાં

  • ઈઝરાયેલ અને ગાઝામાં 48 કલાકમાં 1100થી વધુ લોકોના મોત
  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા
  • ફસાયેલા લોકોમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ

Hamas Israel War News Updates: ઈઝરાયેલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી હુમલા ચાલુ છે. આ યુદ્ધ હમાસના આતંકવાદીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈઝરાયેલે જોરદાર વળતો હુમલો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા છે.  આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. બીજી તરફ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની અસર પણ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઈઝરાયેલમાં અત્યાર સુધીમાં 700થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બીજી તરફ ગાઝા પટ્ટીમાં 400થી વધુ લોકોના મોત થયા છે. 

દિવસેને દિવસે વધુ વણસી રહી છે પરિસ્થિતિ 
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં દરિંદગીની હદ વટાવી છે. ઈઝરાઈલમાં ઘુસ્યાં બાદ હમાસના આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. લોકોને ખુલ્લેઆમ ગોળી મારી રહ્યાં છે. તેમજ વિવિધ બિલ્ડિંગો પર હુમલાઓ પણ કરી રહ્યાં છે. આ યુદ્ધને લઈ દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ત્યારે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

More than 700 Israelis, 450 Palestinians dead, devastation in Gaza in last 48 hours

વડોદરાના 250થી વધુ લોકો ફસાયા
એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાં વડોદરાના 250થી વધુ લોકો ફસાયા છે. જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ થાય છે. નર્સિંગના વ્યવસાય સાથે સંકડાયેલી મહિલાઓ ઈઝરાયેલમાં ફસાઇ ગઈ છે. ઇઝરાયેલની હોસ્પિટલોમાં ભારતીય નર્સો વર્ષોથી સેવા આપે છે. ગુજરાતની મહિલાઓ યુદ્ધમાં ફસાતા ગુજરાતમાં પરિવારજનો ચિંતામાં મુકાયા છે. ભારતીય વિદેશ મંત્રાલય યુદ્ધની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. 

રાજકોટની મહિલાએ શેર કર્યો હતો વીડિયો
ગતરોજ રાજકોટના સોનલબેન ગેડીયાએ ઈઝરાયેલની સ્થિતિનો વીડિયો શેર કર્યો હતો. ઈઝરાયેલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયામાં મારફતે તેમણે જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશના નાગરિક પર હુમલો કરે છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. વધુમાં કહ્યું હતું કે, હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. સોનલબેનએ જણાવ્યું હતું કે, મિસાઈલ પણ અત્યારે છોડવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે

ઈઝરાયેલ પર કેવી રીતે હુમલો કરવામાં આવ્યો?
શનિવારે સવારે જ્યારે મોટાભાગના લોકો સૂઈ રહ્યા હતા, ત્યારે ઈઝરાયેલમાં હવાઈ હુમલાના પડઘા સંભળાવા લાગ્યા હતા. ધાર્મિક તહેવારો શબ્બત અને સિમચત તોરાહની રજા પર સમગ્ર દેશ સાયરન અને રોકેટના અવાજથી ગભરાઈ ગયો હતો કારણ કે પેલેસ્ટાઈન સમર્થિત હમાસ આતંકવાદીઓએ ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો હતો અને એક પછી એક 5 હજારથી વધુ રોકેટ છોડ્યા હતા. હમાસના રોકેટ હુમલાનો ઈઝરાયેલની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ જવાબ આપ્યો. ઇઝરાયેલની આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમએ આકાશમાં હમાસના રોકેટોનો નાશ કર્યો હતો, જોકે કેટલાક રોકેટ રહેણાંક વિસ્તારોમાં પડ્યા હતા, જેના કારણે નુકસાન થયું હતું. હમાસના હુમલાથી ચોંકી ઉઠેલા ઈઝરાયેલે યુદ્ધનું એલર્ટ વગાડ્યું અને જવાબી કાર્યવાહી કરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ