બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / other know more about historical wall of berlin

દીવાલ / એક દીવાલ જેણે રાતો રાત એક દેશને બે ભાગમાં વહેંચી દીધો, 9/11 પર ધ્વસ્ત કરી રચ્યો હતો ઇતિહાસ

Published By: Mehul

Last Updated: 05:16 PM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9 નવેમ્બરનો દિવસ ઐતિહાસિક દ્રષ્ટીએ ખુબ જ ખાસ છે. આ એ હિસાબે પણ ખાસ છે કેમકે આ દિવસે ભારતના સુપ્રીમ કોર્ટે વર્ષો જુના અયોધ્યા મામલા પર પોતાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. ત્યારે 30 વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે 9 નવેમ્બર 1989એ બર્લિનની દીવાલને ધ્વસ્ત કરી દેવાઇ હતી. આ ઐતિહાસિક ઘટના ઇતિહાસના પન્ના પર નોધાઇ ગઇ.

  • 9 નવેમ્બર 1989એ બર્લિનની દીવાલને ધ્વસ્ત કરાઇ હતી
  • બર્લિનની દીવાલનું નિર્માણ 13 ઓગસ્ટ 1961 થયું હતું
  • દીવાલ બન્યા બાદ રાતો રાત એક દેશ બે ભાગોમાં વહેંચાઇ ગયો હતો

જે લોકોએ પણ આ દીવાલ બનતા અને તોડી પાડતા જોઇ તેમના માટે પણ આ ક્ષણ ખાસ રહી. એ માત્ર આ દીવારના ધ્વસ્ત થવા સુધી સીમિત નહોતી પરંતુ તેના ધ્વસ્ત થતા જ પૂર્વી અને પશ્ચિમ જર્મની એક થઇ ગયા.

દીવાર બનાવવા પાછળ બે હેતુ

બર્લિનની દીવાલનું નિર્માણ 13 ઓગસ્ટ 1961 થયું હતું. આ દીવાલને બનાવવા પાછળ બે મોટા હેતુ હતા. પહેલો હેતુ ઘણા દેશો દ્વારા પશ્ચિમી જર્મનીથી પૂર્વ જર્મનીની થઇ રહેલી જાસૂસીને બંધ કરવી, તથા બીજો હેતુ તે સમયે થઇ રહેલા પલાયન પર પ્રતિબંધ લગાવો. વાત એમ છે કે, લોકોના પૂર્વ જર્મનીથી પશ્ચિમ જર્મની તરફ પલાયન કરવાની અસર અહીંના ઉદ્યોગ-ધંધા પર પડી રહ્યા હતા. તેને રોકવા માટે સત્તાધારી કોમ્પ્યૂનિસ્ટ પાર્ટીએ દીવાલનું નિર્માણ કરાવ્યું હતું. આ શીત યુદ્ધનો સમય હતો. 

રાતો રાત દેશ બે ભાગમાં વહેંચાઇ ગયો

દીવાલ બન્યા બાદ રાતો રાત એક દેશ બે ભાગોમાં વહેંચાઇ ગયો હતો. દીવાલ બની ગયા બાદ એકબીજાના વિસ્તારમાં જવા માટે પણ નિયમ ખુબ જ કડક હતા. આ દીવાલને પાર કરવા માટે વિઝા જરૂરી બની ગયા હતા. બંને તરફના લોકો માટે આ નિર્ણય ઘણો ખરાબ હતો. આ નિર્ણયથી ઘણા પરિવાર વિખેરાઇ ગયા હતા. આ દીવાલની દેખરેખ માટે 300થી વધારે વોચ ટાવર બનાવાયા હતા. તેના પર ચઢીને ગાર્ડ અહીંથી પસાર થતા લોકો પર નજર રાખતા હતા. ગેરકાનૂની રૂપે પસાર થતા લોકોને વિના પૂછે ગોળી મારી દેવાતી હતી. હવે તેમાંથી એકમાત્ર પોટ્સડામર પ્લાત્સની પાસેનો એક ટાવર હયાત છે.

લોકોમાં વધતો આક્રોશ

સમય જતા લોકોમાં દીવાલને લઇને આક્રોશ વધી રહ્યો હતો. આ આક્રોશને જોતા 9 નવેમ્બર 1989ના દિવસે પોલિત બ્યૂરોના સદસ્ય ગુંટર શોબોસ્કીએ આ દીવાલને ખોલવાનું એલાન કર્યું. આ જાહેરાત તેજીથી આગની જેમ ફેલાઇ ગઇ અને લોકો પોતાના પરિવારજનોને મળવા માટે મોટી સંખ્યામાં દીવાલ નજીક એકઠા થયા હતા. ત્યારબાદ દીવાલને પૂર્ણ રીતે ધ્વસ્ત કરી દેવાઇ. દીવાલ હટ્યા બાદ ઘણા પરિવાર અને લોકો એવા હતા જે વર્ષો બાદ પોતાને મળી રહ્યા હતા. તેમના માટે આ અહેસાસ ક્યારેય ન ભૂલી શકાય તેમ હતો. 

ઐતિહાસિક બર્લિનની દીવાલ

બર્લિનની આ દીવાલ લગભગ 160 કિલોમીટર લાંબી હતી. વર્તમાનમાં અહીં દીવાલના અવશેષોને ઇતિહાસની ધરોહર તરીકે એક મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યા છે. નોધનીય છે કે પશ્ચિમ જર્મની અમેરિકાના હાથમાં હતું તો પૂર્વી જર્મની રશિયાના. બંને દેશ એકબીજાની જાસૂસી કરાવતા હતા.
 

સંકળાયેલા મુદ્દાઓ

Berlin Wall Germany OMG World News ગુજરાતી ન્યૂઝ Wall

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ