બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Oscar Awards 2023 : india The Elephant Whisperers, NATU-NATU, RRR

Oscar Awards 2023 / ઑસ્કર ઍવોર્ડમાં ભારતનો ડંકો વાગ્યો: બેસ્ટ ડૉક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો મળ્યો ઍવોર્ડ, નાટુ-નાટુ ગીત પર ઝૂમી ઉઠ્યા સ્ટાર્સ

Parth

Last Updated: 09:06 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઑસ્કર ઍવોર્ડ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે, અનેક ઍવોર્ડ્સનું એલાન કરી દેવામાં આવ્યું છે જેમાં ભારતના ખાતામાં પણ એક ઍવોર્ડ આવ્યો છે.

  • ઑસ્કર ઍવોર્ડ 2023ની શરૂઆત 
  • દુનિયાભરના સ્ટાર્સ પહોંચ્યા 
  • RRR ફિલ્મ બાજી મારે તેવી ફેન્સને આશા 

95માં ઑસ્કર ઍવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. લોસ એન્જલિસમાં ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બાદ એક અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. દુનિયાભરથી ટીવી અને ફિલ્મોની દુનિયાના સિતારાઓ પહોંચી ગયા છે, ભારત તરફથી દિપીકા પાદુકોણ પણ સામેલ થવા માટે પહોંચી છે. 

આ વખતે ભારત માટે ઓસ્કર ઍવોર્ડ ખૂબ ખાસ છે કારણ કે RRR ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ કેટેગરીમાં ભારત તરફથી આ પહેલા કોઈ જ ફિલ્મને નોમિનેશન મળ્યું નથી. ફેન્સને આશા છે કે ઍવોર્ડમાં RRR વિનર બનશે. 

બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ 
ઓસ્કર ઍવોર્ડમાં ભારતનું પણ ખાતું ખૂલી ગયું છે, પ્રોડ્યુસર ગુણિત મોંગાની શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો ઍવોર્ડ મળ્યો છે. 

જોકે મહત્વનું છે કે ભારતની ડોક્યુમેન્ટરી ઓલ ધેટ બ્રિધ્સ રેસમાં હતી પરંતુ ઍવોર્ડ જીતી શકી નથી, જેનાથી આશા લગાવીને બેઠેલા ફેન્સને મોટો ઝટકો લાગ્યો હતો. 

નાટુ-નાટુ ગીત પર ઝૂમી ઉઠ્યા સ્ટાર્સ 
ઍવોર્ડ ફંક્શનમાં સિંગર કાલ ભૈરવ અને રાહુલે મંચ પર જ લાઈવ પરફોર્મન્સ આપ્યું અને દુનિયાભરમાં મોટા મોટા સિતારાઓ આ ગીત આફરીન થઈ ગયા. પરફોર્મન્સ જોવા માટે ઉપસ્થિત ઘણા બધા સિતારાઓ ખુદ પણ થીરકવા લાગ્યા હતા અને તે બાદ સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ