બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : 'પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું', આર્મીએ બહાર પાડ્યો ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો
Last Updated: 02:08 PM, 19 May 2025
Opration Sindoor : ભારતીય સેનાના પશ્ચિમી કમાન્ડે ઓપરેશન સિંદૂરનો એક નવો વિડીયો બહાર પાડ્યો છે . આ વીડિયોમાં સેના પાકિસ્તાનના ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપતી જોવા મળે છે. આર્મીએ આ વીડિયો જાહેર કર્યો અને લખ્યું કે, અમે ધરતીથી આકાશની સુરક્ષા કરીએ છીએ. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ભારતીય સેનાએ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારનો જવાબ આપ્યો અને દુશ્મન ચોકીઓને નષ્ટ કરી દીધી. સેના દ્વારા ઓપરેશન સિંદૂર સંબંધિત વીડિયો સતત શેર કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
આ 53 સેકન્ડના વીડિયોમાં સેનાની બહાદુરી અને હિંમત સ્પષ્ટ દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય સેના પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ડ્રોન હુમલાનો યોગ્ય જવાબ આપી રહી છે. સેનાએ એક વીડિયો જાહેર કર્યો અને લખ્યું, "અમે દુશ્મનોનો નાશ કરવાનું કામ કર્યું." ગયા રવિવારે (18 મે) ઓપરેશન સિંદૂર સંબંધિત એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના મિસાઇલ હુમલાને રોકવા માટે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં જોરદાર વિસ્ફોટો સ્પષ્ટપણે જોઈ શકાય છે.
#StrongAndCapable#OpSindoor#LayeredDefence
— Western Command - Indian Army (@westerncomd_IA) May 19, 2025
" From the ground, we protected the Skys”#JusticeServed@adgpi@prodefencechan1 pic.twitter.com/oiZuVKpBem
ADVERTISEMENT
ભારતે લીધો પહેલગામ હુમલાનો બદલો
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આ હુમલામાં એક નેપાળી પ્રવાસીએ પણ જીવ ગુમાવ્યો હતો. આ પછી 6-7 મેની રાત્રે ભારતે વળતો હુમલો કર્યો અને Pokમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા જેમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ જોઈને પાકિસ્તાન ગુસ્સે ભરાયું અને 7 થી 10 મે ની વચ્ચે તેણે ભારત પર ડ્રોન અને મિસાઈલથી શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા.
ભારતે પણ પાકિસ્તાનના હુમલાનો જવાબ આપ્યો અને તેના 11 એરબેઝનો નાશ કર્યો. 10 મેની સાંજે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હતો પરંતુ પાકિસ્તાન ત્યારે પણ અટક્યું નહીં. તે રાત્રે પણ પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કર્યો પરંતુ તેના ઇરાદા સફળ થયા નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.