બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જાસૂસી કાંડમાં અંતરંગતા! જ્યોતિ મલ્હોત્રાએ પાક. એજન્ટ સાથે આ ઠેકાણે કર્યું ચોંકાવનારું કામ, ભારે હેરાની
Last Updated: 01:01 PM, 19 May 2025
જ્યોતિ મલ્હોત્રા નામની હરિયાણાની યુવતીને સંડોવતાં જાસૂસી કાંડમાં મોટા ખુલાસા થઈ રહ્યાં છે જે સાબિત કરે છે જ્યોતિએ જરુરથી કંઈક ખોટું કર્યું છે. જ્યોતિએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એજન્ટ સાથે ખૂબ અંતરંગ સંબંધો બનાવ્યાં હતા એટલું જ નહીં પરંતુ તેઓ બન્ને ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પર એક અઠવાડિયું રોકાયાં હતા. જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાનના લોકો સાથેની નિકટતા એટલી હતી કે તેમને પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ પર પાકિસ્તાન હાઇ કમિશનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેણીએ તેની યુટ્યુબ ચેનલ પર આનો એક વિડીયો પણ પોસ્ટ કર્યો, જેમાં તે પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યો સાથે ખૂબ જ મૈત્રીપૂર્ણ વાતચીત કરતી જોવા મળે છે.
ADVERTISEMENT
Just after Pahalgam terror attack, a man was spotted delivering cake to Pakistan High Commission in Delhi.
— BALA (@erbmjha) May 19, 2025
Guess what? He is the same guy seen with Pak spy Jyoti Malhotra. Horrible! pic.twitter.com/zPCJcxvZqh
પહેલગામ હુમલા સાથે શું કનેક્શન
ADVERTISEMENT
જ્યોતિ માર્ચમાં પાકિસ્તાન ગઈ હતી અને પહેલગામ આતંકવાદી હુમલો એપ્રિલમાં જ થયો હતો. જ્યોતિ ડિસેમ્બર-જાન્યુઆરીમાં પહેલગામ ગઈ હતી. પછી માર્ચમાં પાકિસ્તાન. આવી સ્થિતિમાં, કેટલાક લોકો તેનું પહેલગામ હત્યાકાંડ સાથે જોડાણ પણ શોધી રહ્યા છે. જોકે, અત્યાર સુધી તપાસ એજન્સીઓએ આવું કંઈ કહ્યું નથી. આ અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.
It is shocking.
— Dr Lenin Mohanty (@DrLeninMohanty1) May 18, 2025
Jyoti Malhotra, an Indian woman travel blogger, has been arrested on accusations of spying and sharing sensitive information with Pakistani intelligence.
What’s more shocking is the investigative agency revealing a connection to a woman from Puri.
Terrorism and… pic.twitter.com/9XQFxcV6NI
પાકિસ્તાનથી ભારત આવીને માહિતી આપવા લાગી
ભારત પરત ફર્યા પછી, જ્યોતિએ વોટ્સએપ, સ્નેપચેટ, ટેલિગ્રામ અને અન્ય માધ્યમો દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું. જોકે, તેણે પાકિસ્તાનને કઈ માહિતી આપી તે જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસે જ્યોતિનો મોબાઈલ, લેપટોપ અને તેનો બધો સામાન જપ્ત કર્યો છે અને તેને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધી છે.
Just after the Pahalgam terror attack, a man was seen delivering a cake to the Pakistan High Commission in Delhi. Shockingly, this is the same individual who was spotted with the alleged Pakistan spy Jyoti Malhotra.
— Rushabh Shah (@Rushabh_Shah777) May 19, 2025
This raises serious questions about security and the networks… pic.twitter.com/RzIHT01lZB
પાકિસ્તાની અધિકારીઓ માટે જ્યોતિ બની ઉપયોગી વસ્તુ
હરિયાણાના હિસારની યુવતી અને યુટ્યૂબ વીડિયો બનાવીને જાણીતી બનેલી જ્યોતિ મલ્હોત્રા નામની યુવતી પાકિસ્તાની જાસૂસી નીકળી છે. પોલીસે ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે જ્યોતિ પર મોટા ખુલાસા થઈ રહ્યાં છે. જ્યોતિની ધરપકડ થઈ તેના મહિના પહેલાં એક ભારતીય વ્યક્તિએ જ્યોતિની શંકાપસ્દ ગતિવિધિઓ પકડી હતી અને એનઆઈએને જાણ કરી હતી તેમ છતાં કોઈ એક્શન લેવાયું નહોતું. પાકિસ્તાની ગુ્પ્તચર અધિકારીઓ જ્યોતિને એક ઉપયોગી વસ્તુ માનતા હતા અને તે રીતે તેને તાલીમ આપતાં હતા. તે પાકિસ્તાની હાઈ કમિશન સાથે કોન્ટેક્ટમાં હતી. પાકિસ્તાની અધિકારીઓને જ્યોતિ પાસેથી ઘણી આશા હતી. જ્યોતિને લઈને બીજો ખુલાસો એ પણ થયો છે કે જ્યોતિ ભારત પાક તણાવ વચ્ચે પણ પાકિસ્તાની અધિકારી સાથે સંપર્કમાં હતી.
1 વર્ષ પહેલાં શખ્સે શું ફરિયાદ કરી
કપિલ જૈન નામના એક X યુઝરે મે 2024 માં રાષ્ટ્રીય તપાસ એજન્સીને તેની પ્રવૃત્તિઓની તપાસ કરવાની ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે એનઆઈએ, કૃપા કરીને આ મહિલા પર નજર રાખો.. તે પહેલા પાકિસ્તાની દૂતાવાસમાં ગઈ હતી અને ત્યાં પહોંચી હતી, પછી 10 દિવસ માટે પાકિસ્તાન ગઈ હતી અને હવે તે કાશ્મીર જઈ રહી છે... આ બધા પાછળ કોઈ કડી હોઈ શકે છે," જૈને જ્યોતિ મલ્હોત્રાના યુટ્યુબ પેજનો સ્ક્રીનશોટ શેર કરતા પોસ્ટ કર્યું હતું.
જ્યોતિ નીકળી પાકિસ્તાની જાસૂસ
જ્યોતિ, જેની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અનુક્રમે 3.77 લાખ સબ્સ્ક્રાઇબર્સ અને 1.33 લાખ ફોલોઅર્સ છે, તે દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કામ કરતા એક પાકિસ્તાની કર્મચારીના સંપર્કમાં હોવાનું કહેવાય છે. 13 મેના રોજ, ભારતે તે પાકિસ્તાની અધિકારીને જાસૂસીમાં સામેલ હોવાના આરોપસર હાંકી કાઢ્યો હતો. 16 મેના રોજ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, 2023 માં, જ્યોતિ પાકિસ્તાન હાઇ કમિશનમાં એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશના સંપર્કમાં આવી હતી જ્યાં તે પડોશી દેશની મુલાકાત લેવા માટે વિઝા મેળવવા ગઈ હતી. એફઆઈઆરમાં જણાવાયું છે કે બે વાર પાકિસ્તાનની મુલાકાત લેનાર જ્યોતિ દાનિશના પરિચિત અલી અહવાનને મળી હતી જેણે તેના ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT