બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / oppo-f7-with-25-megapixel-camera-launched-in-india-price-specifications-and-features

NULL / 25 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરાની સાથે Oppo F7 ભારતમાં લોન્ચ જાણો કિંમત અને સ્પેસિફિકેશન્સ

vtvAdmin

Last Updated: 06:45 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Oppoએ ભારતમાં પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo F7 લોન્ચ કરી દીધો છે. ચીની કંપનીએ સોમવારના મુંબઇમાં આયોજિત એક લોન્ચિંગ ઇવેન્ટમાં Oppo F7 સેલ્ફી એક્સપર્ટ ફોનના સ્પેસિફિકેશન્સ અને કિંમતની જાહેરાત કરી દીધી છે. Oppo F7એ ગત વર્ષે નવેમ્બરમાં લોન્ચ થયેલા Oppo F5નું અપગ્રેડ વર્ઝન છે. Oppoના નવા સ્માર્ટફોનમાં તમામ આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ ફિચર્સ આપવામાં આવ્યા છે. ફોન દેખાવમાં iPhone Xની જેમ છે જેમાં આગળની તરફ એક નૉચ છે. ફોનમાં 4GB રેમ 64GB સ્ટોરેજ તથા 6GB રેમ અને 128GB સ્ટોરેજ ધરાવતા 2 વેરિયન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.

ફોનની સૌથી મોટી ખાસિયત છે તેમાં રહેલા 25 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા. કંપનીએ સોની સાથે પાર્ટનરશિપ કરી છે જેમાં સોની576 HDR સેન્સર છે. Oppoએ આ સેન્સરને HDR નામ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે આ સેન્સરની મદદથી એક સાથે 3 સેલ્ફી આવશે નોર્મલ ઑવર એક્સપોસ્ડ અને અંડર એક્સપોસ્ડ. Oppoના અનુસાર ઓછી લાઇટમાં Oppo F7થી સારી ક્વૉલિટીનો ફોટો આવશે. Oppo F7cex લેવામાં આવેલી સેલ્ફીને વધારે સારી બનાવવા માટે ઘણા બ્યૂટિફિકેશન ઇફેક્ટ્સ આપવામાં આવ્યા છે.  કેમેરામાં પોટ્રેટ મોડ છે જે એક ખાસ વિવિડ મોડની સાથે આવે છે. આ સિવાય એઆર સ્ટિકર્સ પણ છે. 

Oppo F7ની કિંમત અને ઑફર્સ:

Oppo F7ના 4GB રેમ/64 GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 21990 રૂપિયા છે જ્યારે 6 GB રેમ/128 GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 26990 રૂપિયા રાખવામાં આવી છે. 2 એપ્રિલથી ઓનલાઇન અને ઓફલાઇન આ ફોનનો ફ્લેશ સેલ યોજાશે. ઓનલાઇન સેલ ફ્લિપકાર્ટ પર થશે જ્યારે ઓપ્પો સ્ટોર પર ઓફલાઇન સેલ લાગશે. ICICIના કાર્ડધારકોને 5% જેટલી છૂટ મળશે. આ સિવાય રિલાયન્સ જિયોના યૂઝર્સને 128GB 4G ડેટા મફતમાં મળશે.

Oppo F7ની સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ:

Oppo F7માં 6.23 ઇંચ ફૂલ HD+ સ્ક્રીન છે જેનો રેશિયો 19:9 છે. ફોનની સ્ક્રીનને કંપનીએ સુપર ફૂલ સ્ક્રીન નામ આપ્યું છે. સ્માર્ટફોનમાં સ્ક્રીનની ચારેય તરફ પાતળી કિનારી છે. સ્માર્ટફોનમાં 64 બિટ મીડિયાટેક હીલિયો P60 ઑક્ટાકોર પ્રોસેસર છે.

સ્માર્ટફોનમાં 4GB અને 6GB રેમનું વેરિયન્ટ મળશે. ફોનમાં 64 તથા 128GB ઇનબિલ્ટ સ્ટોરેજનો ઑપ્શન આપવામાં આવશે જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાશે. ફોનમાં ટ્રિપલ સિમ સ્લૉટ છે જેમાં 2 સિમ કાર્ડ અને માઇક્રો SD કાર્ડ માટે. આ ફોન એન્ડ્રોઇડ 8.1 આધારિત કલરઓએસ 5.0 પર રન કરશે. ફોનમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જે અર્પચર F/1.8 સાથે આવે છે. 

સ્માર્ટફોનને પાવર આપવા માટે 3400mAHની બેટરી આપવામાં આવી છે. ફોનના પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી ફીચરમાં 4જી વીઓએલટીઇ વાઇ-ફાઇ બ્લૂટૂથ અને જીપીએસ/એ-જીપીએસ સામેલ છે. સ્માર્ટપ્રી દ્વારા આ તમામ માહિતી આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ