બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / oppo-f5-youth-edition-launched-in-india-price-features-and-more

NULL / Oppoએ શાનદાર કેમેરાની સાથે લોન્ચ કર્યો F5 Youth સ્માર્ટફોન

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ચીની સ્માર્ટફોન કંપની Oppoએ ભારતમાં Oppo F5 Youth Edition લોન્ચ કરી દીધો છે. વાસ્તવમાં આ સ્માર્ટફોન Oppo F5 નું નવું વેરિયન્ટ છે અને Oppo F5ને તાજેતરમાં જ કંપનીએ ભારતમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની ખાસિયત છે તેમાં આપવામાં આવેલી બેઝલ લેસ ડિસ્પ્લે.. જેનો એસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ સિવાય બીજી ખાસિયત તેમાં આપવામાં એવો સેલ્ફી કેમેરા છે જે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર બેસ્ડ સેલ્ફી કેમેરા છે.

Oppo F5 Youth Editionની શરૂઆતી કિંમત 16999 રૂપિયા છે અને તેનું વેચાણ 8 ડિસેમ્બરથી એટલે કે આજથી શરૂ થશે . આ સ્માર્ટફોન ઑનલાઇન અને ઑફલાઇન બંને જગ્યાએ મળશે એટલે કે કસ્ટમર્સ રિટેલ સ્ટોર્સ પરથી પણ તેને ખરીદી શકે છે.

Oppo F5 Youth Editonમાં 6 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે આપવામાં આવી છે જેમાં  MediaTek Helio P23 પ્રોસેસર આપવામાં આવ્યુ છે જે ઑક્ટોકોર છે. આ સ્માર્ટફોનમાં 3GB RAM છે અને તેની ઇન્ટરનલ મેમરી 32GB છે જેને માઇક્રો SD કાર્ડની મદદથી વધારી શકાશે આ ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને માઇક્રો SD કાર્ડ પણ લગાવી શકાશે.

ફોટોગ્રાફીની જો વાત કરવામાં આવે તો યૂથ એડિશન સ્માર્ટફોનાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે જેમાં અપર્ચર f/2.2 છે સેલ્ફી માટે તેમાં  f/ 1.8  અપર્ચર ધરાવતો 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટીની જો વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 4G VoLTE  સહિત બ્લૂટૂથ E-GPS અને USB જેવા સ્ટાન્ડર્ડ ફિચર્સ આપવામાં આવ્યા છે.

Oppoનો આ સ્માર્ટફોન ગત સ્માર્ટફોનની જેમ જ સેલ્ફીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યુ છે અને તેના ફ્રન્ટ કેમેરામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બ્યૂટી ટેક્નોલોજી આપવામાં આવી છે. સાથે જ નવા Oppo F5 માં હાલના ટ્રેન્ડના હિસાબે સ્લિમ બેઝલ ધરાવતું ડિસ્પ્લે પણ આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ