બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / અન્ય જિલ્લા / Only 6.67 percent allocation for farmers in Gujarat budget

Gujarat Budget 2024 / ગુજરાતનાં બજેટમાં ખેડૂતો માટે માત્ર 6.67 ટકા ફાળવણી: શિક્ષણથી લઈને વિકાસ માટે જુઓ કેટલો ખર્ચ કરાશે

Vishal Khamar

Last Updated: 04:04 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના નાણામંત્રી દ્વારા આજે વર્ષ 2024-25 બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ બજેટમાં વિવિધ વિભાગો પાછળ બજેટની ફાળવણી કરવામાં આવી હતી. મહત્વના ગણાતા શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ટર, આરોગ્ય સેવા પાછળ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

  • બજેટના 16.57 ટકા રકમ શિક્ષણ પાછળ ખર્ચશે ગુજરાત સરકાર 
  • ખેડૂતો માટે કુલ બજેટના માત્ર 6.67 ટકા ફાળવણી 
  • રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ બજેટના 6.66 ટકા રકમની ફાળવણી

 આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભામાં વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં અલગ અલગ વિભાગ માટે બજેટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં શિક્ષણ પાછળ 16.57 ટકા રકમ શિક્ષણ પાછળ ખર્ચાશે. તેમજ ખેડૂતો માટે કુલ બજેટના માત્ર 6.67 ટકા ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ બજેટના 6.66 ટકા રકમની ફાળવણી કરવામાં આવી છે. શહેરી વિકાસ અને નિર્માણ પાછળ બજેટની 6.61 ટકા રકમ ફાળવાશે. રાજ્યમાં આરોગ્ય સેવાઓ માટે બજેટના ફક્ત 6.01 ટકા ફાળવણી કરવામાં આવી છે. ગામડાઓના વિકાસ માટે બજેટની 2.65 ટકા રકમની ફાળવણી કરવામાં આવી છે. 

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ` ૨૨,૧૯૪ કરોડની જોગવાઈ
અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. આ માટે અમારી સરકારે ખેડૂતો અને મહિલાઓને ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય આપવા યોજનાઓ અમલી બનાવેલ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઇ.’ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસીંગ અને એગ્રો માર્કેટીંગમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.  

પાક કૃષિ વ્યવસ્થા
 
•    ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા `૭૦૧ કરોડની જોગવાઇ. 
•    વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે `૩૫૦ કરોડની જોગવાઈ.
•    રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત `૨૧૮ કરોડની જોગવાઇ.
•    એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા `૨૦૦ કરોડની જોગવાઇ.
•    મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે `૭૭ કરોડની જોગવાઈ.
•    ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ `૮૧ કરોડની જોગવાઇ.
•    વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) માં વધારો કરવા માટે `૮૦ કરોડની જોગવાઈ. 
•    કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે `૫૬ કરોડની જોગવાઈ.
•    ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે `૩૫ કરોડની જોગવાઈ. 

પ્રાકૃતિક કૃષિ

•    ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ `૧૬૮ કરોડની જોગવાઇ.
•    પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા `૧૯૯ કરોડની જોગવાઇ. 

બાગાયત

•    સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે `૨૯૪ કરોડની જોગવાઈ.
•    નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા `૧૬૦ કરોડની જોગવાઈ.   
•    બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા  `૬૫ કરોડની જોગવાઈ.
•    મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે `૧૮ કરોડની જોગવાઇ.
•    બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે `૧૫ કરોડની જોગવાઈ.  
•    બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એકસલન્સ ઊભા કરવા માટે `૧૫ કરોડની જોગવાઈ.   
•    આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ `૬ કરોડની જોગવાઇ.


બજેટમાં કનુભાઈ દેસાઈએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને લઈને ઘણી મોટી જાહેરાત કરી છે. બજેટમાં હેલ્થ માટે 20,100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં.. 

- હેલ્થના બજેટમાં 32.40 ટકાનો વધારો, આગામી વર્ષ માટે કુલ 20,100 કરોડ રૂપિયાની જોગવાઈ 
- PMJAY યોજના હેઠળ 2531 પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે 3110 કરોડની જોગવાઈ 
- મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા 2308 કરોડ રૂપિયા 
- GMERS હોસ્પિટલો માટે એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ 
- 108 ઈમરજન્સી ઍમ્બ્યુલન્સ માટે 76 કરોડ રૂપિયાની જોગવાઈ, નવી 319 નવી ઍમ્બ્યુયલન્સ ઉમેરાશે 
- ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં કાર્ડિયાક સારવાર માટે 40 કરોડની જોગવાઈ 
- બાવળા તથા સુરતના કામરેજમાં નવી હોસ્પિટલ માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ 
- આયુષ હેઠળના દવાખાનાઓ માટે 482 કરોડ રૂપિયાની જોગવાઈ


શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડ રૂપિયાની જોગવાઈ
- સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતી
  દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, કુલ 1250 કરોડ રૂપિયાની જોગવાઈ
- નમો સરસ્વતી યોજના : ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ 250 કરોડ રૂપિયાની જોગવાઈ
- શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ત્રણ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
- ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા આપવા માટે 260 કરોડ રૂપિયાની જોગવાઈ
- PM પોષણ યોજના માટે 1400 કરોડ રૂપિયાની જોગવાઈ
- યુવા સ્વાવલંબન યોજના માટે 400 કરોડ રૂપિયાની જોગવાઈ
- મેડિકલમાં અભ્યાસ કરતી દીકરીઓને સહાય માટે 160 કરોડની જોગવાઈ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ