બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / online sbi pre approved personal loan know how to get

સુવિધા / અચાનક પૈસાની જરૂર પડી જાય તો ઘરે બેઠા આ બેંકમાં કરો એપ્લાય, માત્ર 4 સ્ટેપમાં પૈસા ખાતામાં આવી જશે

Noor

Last Updated: 11:55 AM, 30 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટમાં જો તમને અચાનક પૈસાની જરૂર પડી જાય તો ચિંતા ન કરતાં, કારણ કે દેશની સૌથી મોટી બેંસ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ઘરે બેઠા પર્સનલ લોન આપી રહી છે. તમે ઘરે બેઠા ઓનવાઈન પ્રી-અપ્રૂવ્ડ પર્સનલ લોન લઈ શકો છો. તમારું આ કામ માત્ર 4 જ સ્ટેપમાં થઈ જશે. તમે તમારી જરૂર પ્રમાણે 24X7 આ લોન મેળવી શકો છો. તમે એસબીઆઈની યોનો એપની મદદથી માત્ર 4 સ્ટેપમાં લોન મેળવી શકો છો.

  • અચાનક પૈસાની જરૂર પડે તો આ બેંક આપી રહી છે લોન
  • 24*7 તમે પૈસા મેળવી શકો છો
  • માત્ર 4 સ્ટેપમાં લોન મેળવી શકો છો

એસબીઆઈએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, તમને કેટલી લોન મળી શકે છે તે જાણવા માટે તમે એસએમએસ કરી શકો છો. તેના માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી PAPL<space><last 4 digits of Account No.> લખીને 567676 પર એસએમએસ કરવું પડશે. અત્યારે બેંક લોન કેટલાક નક્કી કરાયેલાં પેરામીટર્સના આધારે આપવામાં આવી રહી છે. 

આ લોનની પ્રોસેસિંગ ફીસ બહુ ઓછી છે. સાથે જ લોન મેળવવા માટે તમારે રાહ નહીં જોવી પડે. એસબીઆઈની આ લોનની પ્રોસેસ ઈન્સ્ટન્ટ થાય છે. આ સિવાય આ લોન મેળવવા માટે કોઈપણ પ્રકારના ફિઝિકલ ડોક્યૂમેન્ટ્સની જરૂર પડતી નથી. ગ્રાહકોને 24 * 7 આ લોનની સુવિધા મળે છે. 

કેવી રીતે અરજી કરવી

સૌથી પહેલાં બેંકની યોનો એપ્લિકેશન પર લોગ ઇન કરો. ત્યારબાદ Avail Nowઓપ્શન પર ક્લિક કરો. પછી લોનની અવધિ અને રકમ પસંદ કરવી પડશે. છેલ્લે તમે તમારા રજિસ્ટર કરેલાં મોબાઇલ નંબર પર મોકલેલો ઓટીપી નાખો અને બસ પછી રકમ આવી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Banking Personal Loan SBI online pre approved Banking
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ