બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Online registration of Maha Abhiyan has started across Gujarat from today

નવતર અભિગમ / સૂર્ય નમસ્કાર કરી લાખોનું ઈનામ જીતવાનો મોકો, ગુજરાતભરમાં આજથી મહાઅભિયાનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો વિગત

Vishal Khamar

Last Updated: 07:56 PM, 6 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવા નવતર અભિગમ હાથ ધર્યો છે. આ બાબતે યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રીએ જણાવ્યું હતું કે, 6 ડિસેમ્બરથી સૌ પ્રથમવાર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • તા.૬ઠ્ઠી ડિસેમ્બરથી સૌ પ્રથમવાર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન
  • સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન
  • ૧ લી જાન્યુઆરી મોઢેરા-સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન

 રાજ્યમાં યોગાભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવવાના નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે ૧લી જાન્યુઆરી ૨૦૨૪ સુધી યોજાશે. જે અંતર્ગત આજે તા.૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામ્ય / શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ યોજાનાર આ સ્પર્ધાનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ રજીસ્ટ્રેશન લીંકનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યુ છે. 

રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે
યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યુ કે, સમગ્ર રાજ્યમાં ૨૦ હજારથી વધુ સ્થળોએ યોગ સ્પર્ધાનું આયોજન થશે અને અંદાજે ૨ કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. આ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહા અભિયાન અંતર્ગત તા.૬ થી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાથી શરૂ કરી રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે. જેનું રજીસ્ટ્રેશન ઓનલાઇન લીંકના માધ્યમથી કરવામાં આવશે. 

૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે
આ સ્પર્ધામાં ભાગ લેવા તા.૦૬ થી ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ શકશે. તા.૧૫ ડિસેમ્બરના રોજ ગ્રામ્ય તથા નપા / મનપા વોર્ડ કક્ષા સ્પર્ધા, તા.૧૯ ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોન કક્ષા સ્પર્ધા, તા.૨૪ ડિસેમ્બરના રોજ જીલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને તા.૨૯ ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે. 

વિજેતાને ઈનામ આપવામાં આવશે
મંત્રીએ ઉમેર્યુ કે, સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપરની વયના નાગરિકો ભાગ લઇ શકશે. જેમાં ગ્રામ્ય / શાળા / વોર્ડ કક્ષાએ કેટેગરી વાઇઝ વિજેતાઓને રોકડ રૂ.૧૦૧, તાલુકા / નગરપાલિકા / ઝોન કક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધક વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂા. ૧૦૦૦ તેમજ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. ૨૧,૦૦૦/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. ૧૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧૧,૦૦૦ રોકડ પુરષ્કાર આપવામાં આવશે. 

પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે
મંત્રીએ વધુ મહિતી આપતા જણાવ્યુ કે, રાજ્ય કક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા ભાઇ અને બહેનને રૂા. ૨,૫૦,૦૦૦/- , દ્રિતીય ભાઇ અને બહેનને રૂા. ૧,૭૫,૦૦૦/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. ૧,૦૦,૦૦૦/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે. આ ઉપરાંત તમામ પાર્ટીશીપન્ટને ડીજીટલ સર્ટીફીકેટ આપવામાં આવશે.

જિલ્લા/મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન
.મંત્રીએ ઉમેર્યુ કે, સ્પર્ધા પૂર્ણ થયા બાદ તા.૧-જાન્યુઆરી-૨૦૨૪ના દિવસે મોઢેરા-સૂર્ય મંદિર, મહેસાણા ખાતે ભગવાન સૂર્ય નારાયણની હાજરીમાં નવા વર્ષના પ્રથમ સૂર્યની કિરણ સાથે સૂર્ય નમસ્કાર દ્વારા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાજ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે. એટલુ જ નહિ, આ જ દિવસે સમગ્ર રાજ્યમાં જિલ્લા/મહાનગરપાલિકા અને નગરપાલિકા કક્ષાએ ૧૯૦ જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લઇ નવા વર્ષના સૂર્યના કિરણને આવકારતા સૂર્ય દેવતાની આરાધના કરતા સૂર્ય નમસ્કાર કાર્યક્રમો યોજાશે.

૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા પ્રસ્તાવ મુક્યો
નોંધનીય છે કે, ભારતીય સંસ્કૃતિની દેન “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા વિશ્વભરના નાગરિકોની આરોગ્ય સુખાકારીના ઉમદા હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૮મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવા પ્રસ્તાવ મુક્યો હતો. જેને સંયુકત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજુરી મળતા સમગ્ર વિશ્વમાં તા.૨૧મી જુનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધે, નાગરિકો યોગ કરતા થાય, નાગરિકો નિરોગી રહે અને સમગ્ર ગુજરાતમાં યોગમય માહોલ ઉભો થાય તેમજ યોગ પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે તે ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત રાજ્ય   યોગ બોર્ડ”ની રચના કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ