બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / online fraud old man trying to cancel train tickets on irctc website
Manisha Jogi
Last Updated: 12:53 PM, 14 August 2023
ADVERTISEMENT
78 વર્ષીય એક વ્યક્તિએ ટ્રેનની ટિકિટ ઓનલાઈન કેન્સલ કરાવવી ભારે પડી ગયું છે. લાંબી કતારથી બચવા માટે ટ્રેન ટિકિટ કેન્સલ કરાવી, પરંતુ બેન્ક એકાઉન્ટમાંથી 4 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. IRCTC વેબસાઈટ સર્ચ કરી, પરંતુ બીજી વેબસાઈટ પર પહોંચી ગયા. મીડિયા રિપોર્ટ અનુસાર વેબસાઈટ પર ટિકિટ કેન્સલ કરાવી, ત્યારપછી આ વૃદ્ધ વ્યક્તિને રેલવે કર્મચારીના નામ પર એક ફોન આવ્યો. ફોન પર પૂછ્યુ હતું કે, શું તેઓ હિંદી અને અંગ્રેજી બોલી શકે છે. ત્યાર પછી વૃદ્ધ વ્યક્તિને ટિકીટ કેન્સલ કરાવવા માટે સૂચના આપવા લાગ્યા.
મદદના બહાને ચૂનો લગાવ્યો
મીડિયા રિપોર્ટ અનુસાર સ્કેમર્સે જણાવ્યું કે, તે વૃદ્ધ વ્યક્તિની મદદ કરી રહ્યા છે. ત્યારપછી વિક્ટીમે સ્કેમર્સની સૂચના ફોલો કરવાનું શરૂ કર્યું. ત્યારપછી સ્ક્રીન પર બ્લ્યૂ કલરનો લોગો આવ્યો અને ડિવાઈસ કંટ્રોલ સ્કેમર્સના હાથમાં જતું રહ્યું.
ADVERTISEMENT
કોલ દરમિયાન બેન્ક ડિટેઈલ્સ ચોરી લીધી
વૃદ્ધ વ્યક્તિએ સ્કેમર્સને બેન્ક ડિટેઈલ્સ અને ATM કાર્ડ નંબર શેર કર્યા. ત્યારપછી સ્કેમર્સે યૂઝરના ફોનમાં વાયરસ ઈન્સ્ટોલ કર્યો ત્યારપછી મોબાઈલ રિમોટ એક્સેસ પર લઈ લીઘો. યૂઝરના મોહાઈલનું ડેટા એક્સેસ, બેન્ક ડિટેઈલ એક્સેસ અને OTP એક્સેસ લઈ લીધું.
સ્કેમ વિશે ક્યારે ખબર પડી?
બેન્ક એકાઉન્ટ તરફથી એક મેસેજ આવ્યો, જેમાં 4,05,919 રૂપિયા ડેબિટ થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારપછી તેમણે વિક્ટીમે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી, ત્યારપછી જાણવા મળ્યું કે, સ્કેમર્સે બિહાર અથવા પશ્ચિમ બંગાળથી કોલ કર્યો હતો. સાઈબર સેલ પોલિસે જણાવ્યું કે, સ્કેમર્સે Rest Desk નામની એપ્લિકેશનથી વૃદ્ધ વ્યક્તિના મોબાઈલનું એક્સેસ લીધું હતું.
ડિવાઈસ હેક કેવી રીતે થાય છે?
સ્કેમર્સ સામાન્ય રીતે વિક્ટીમના ડિવાઈસમાં અલગ અલગ માલવેર ઈન્સ્ટોલ કરે છે, ત્યારપછી ડિવાઈસનું કંટ્રોલ મેળવી લે છે. જેમાંથી એક રિમોટ એક્સેસ (Remote Access Trojans, RAT) છે, જે સ્કેમર્સને યૂઝર્સના સિસ્ટમનું કંટ્રોલ આપે છે. સ્કેમર્સે Remote Access Trojansથી મોબાઈલનું એક્સેસ લીધુ હશે. ઉપરાંત keyloggers ટૂલ છે, જે યૂઝર્સે દબાવેલ બટનની જાણકારી શેર કરે છે, જેથી સ્કેમર્સે બેન્ક ડિટેઈલ્સ, લોહિન અને પાસવર્ડ હેક કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.