બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / One student killed, five students missing after boat capsizes in lake at Harani lake zone in Vadodara

દુઃખદ / વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ધટના, બોટ પલટી જતા 12 માસૂમોના મોત, જુઓ શું બન્યું?

Dinesh

Last Updated: 08:31 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી મારી જતા 10 વિદ્યાર્થીઓના મોત થયા, 2 શિક્ષકોના મોતની પણ આશંકા, કુલ 23 બાળકો અને 4 શિક્ષકો હતા સવાર

 

  • વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં બોટ પલટી 
  • ખાનગી સ્કૂલના 23 વિદ્યાર્થીઓ બોટમાં હતા સવાર 
  • વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા 


Vadodara news: વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના ઘટી છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. જેમાં 10 વિધાર્થીઓ અને 2 શિક્ષકોનું મોત થયું  છે  આ ઘટનાને પગલે બેદરકારી પણ સામે આવી છે કે,  વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા 

ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી
હરણી લેક ઝોન ખાતેના તળાવમાં ફાયર બ્રિગેડની ટીમે લાપતા વિદ્યાર્થીઓની શોધખોળની કામગીરી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. બોટ પલટી મારતા લોકોના ટોળે ટોળા તળાવ પર ઉમટ્યા છે. 

કલેક્ટર તેમજ મેયર ઘટનાસ્થળે
કલેક્ટર તેમજ મેયર અને સ્ટેડિંગ કમિટી ચેરમેન પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. વિગતો મુજબ બોટમાં 4 શિક્ષકો પણ સવાર હતા. 7 વિધાર્થીઓનું રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.  ન્યુ સનરાઇઝ સ્કુલના વિધાર્થીઓ હોવાની પણ માહિતી સામે આવી છે.

વાંચવા જેવું: વડોદરા બોટ કાંડ : હરણી લેકમાં બોટિંગ વખતે બે મોટી ભૂલો એટલે સર્જાઈ ટ્રેજેડી, ચેતજો નહીંતર બનશે ફરી

સળગતા સવાલ ?
હરણી તળાવ કાંડમાં જવાબદાર કોણ?
કોની બેદરકારીને લઈ બાળકોની બોટ પલટી છે?
કેમ પ્રશાસન ધ્યાન નથી આપતી?
શું બોટમાં ખામીને લઈ દુર્ઘટના સર્જાઈ છે?
શું સુરક્ષા વગર વિદ્યાર્થીઓ બોટમાં સવારી કરતા હતા? 
લાઈફ જેકેટ વગર બોટમાં જવા કોણે પરવાનગી આપી?
માત્ર પૈસા કમાવવા પ્રશાસનને બોટ સેવા શરૂ કરી છે?
લોકોના જીવનો કોઈ મૂલ્ય નથી?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ