બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / One Nation One Election system will need at least 5 amendment changes in the constitution for the application

દેશ / 'એક દેશ..એક ચૂંટણી' કરાવવા મોદી સરકારે શું શું કરવું પડશે? બંધારણમાં 5 સંશોધનની પડશે જરુર, જાણો સટીક વિશ્લેષણ

Vaidehi

Last Updated: 06:05 PM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'એક દેશ, એક ચૂંટણી'નો વિષય હાલમાં વેગવંતી બન્યો છે ત્યારે સવાલ એ છે કે શું આપણાં દેશમાં One Nation One Election શક્ય છે? તેનાં શું ફાયદાઓ છે?

  • 'એક દેશ, એક ચૂંટણી'નો વિષય વેગવંતી 
  • કેન્દ્ર સરકારે આ મુદા માટે કર્યું કમિટીનું ગઠન
  • આ સિસ્ટમથી દેશને ફાયદો કે નુક્સાન?

દેશમાં આ સમયે 'એક દેશ, એક ચૂંટણી'ને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કેન્દ્ર સરકાર પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરીને આ ચર્ચાને વેગ આપી રહી છે. પણ હવે સવાલ ઊઠે છે કે શું One Nation One Election શક્ય છે?

કરોડો રૂપિયાની બચત
અધિકારીઓનું માનવું છે કે જો એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી કરવામાં આવે છે તો બંધારણમાં ઓછામાં ઓછા 5 ફેરફારોની જરૂરત પડશે. આ માટે એકસાથે હજારો કરોડો રૂપિયા EVM અને પેપર ટ્રેલ મશીનોનો ખર્ચ થશે. જોકે તેનાથી સરકારને બચત થશે.

આ બંધારણિય ફેરફારોની જરૂરત રહેશે

  • સંસદનાં સદનોની અવધિ સંબંધિત કલમ 83
  • રાષ્ટ્રપતિ દ્વારા લોકસભાના વિસર્જન સંબંધિત કલમ 85
  • રાજ્યની અવધિ સંબંધિત કલમ 172
  • વિધાનસભા, રાજ્યસભાનાં વિઘટન સંબંધિત કલમ 174
  • રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા સંબંધિત કલમ 356

તમામ રાજનૈતિક દળોની તેમજ રાજ્ય સરકારોની સહમતિ મળવી પણ જરૂરી છે. આ માટે મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને VVPATની પણ જરૂર રહેશે.

પરંતુ એકસાથે ચૂંટણી કરવાથી થશે શું?
અધિકારીઓ કહે છે કે એકસાથે ચૂંટણી કરાવવાથી સરકારની ઘણી બચત થશે. તેમણે કહ્યું કે આ પગલાંથી રાજનૈતિક દળો અને ઉમેદવારોને પોતાનાં ચૂંટણી અભિયાનમાં પણ ખર્ચ બચશે.  જો કે ચૂંટણી સમયે વધારે સંખ્યામાં મતદાન કર્મીઓ અને સુરક્ષાબળોની જરૂરત રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીનાં કારણે આદર્શ આચારસંહિતા લાંબા સમય સુધી લાગૂ રહે છે જેથી વિકાસ કાર્યક્રમો પર ખરાબ અસર પડી શકે છે.

દર 15 વર્ષે મશીન બદલવાની જરૂર નહીં રહે
જો વન નેશન વન ઈલેક્શન દેશમાં લાગૂ કરવામાં આવે છે તો તેનાથી મશીનને દર 15 વર્ષોમાં બદલવાની જરૂર નહીં પડે. સામાન્ય રીતે એક મશીનનો ઉપયોગ 15 વર્ષ સુધી કરવામાં આવે છે. આ વન નેશન વન ઈલેક્શન લાગૂ કરવાથી એક મશીનનો ઉપયોગ 15 વર્ષોમાં 3 કે 4 વખત  કરી શકાશે.

આ દેશોમાં થાય છે એકસાથે ચૂંટણી
એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે દક્ષિણ આફ્રીકા, સ્વીડન, બ્રિટન વગેરે દેશોમાં તમામ ચૂંટણીઓ એકસાથે થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ