બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / One lakh four thousand lawyers will cast their votes in the election of all the bar associations of the state on Friday.

યોર ઓનર / રાજ્યના તમામ બાર એસોશીએશનની ચૂંટણી શુક્રવારે, એક લાખ ચાર હજાર વકીલો કરશે 'વોટ'થી 'ચોટ

Mehul

Last Updated: 10:51 PM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં તમામ બાર એસોસિએશનની ચૂંટણી આવતીકાલે વિવિધ પોસ્ટ માટે 81 ઉમેદવાર મેદાને. તમામ સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર. સાંજ સુધીમાં પરિણામ. એક લાખ ચાર હજાર વકીલો કરશે મતદાન

  • ગુજરાત બાર એસો.નો ચૂંટણી જંગ જામશે
  • શુક્રવારે  તમામ બાર એસો.ની ચૂંટણી
  • સાંજ સુધીમાં ચૂંટણીનાં આવી જશે પરિણામ 

છેલ્લા કેટલાય સમયથી રાજ્યભરના વકીલ અને મંડળ પોત પોતાની રીતે ચૂંટણીનાં હથિયાર સજાવી રહ્યા હતા. હવે ગુજરાત બાર.એસો.ની ચૂંટણી યોજાશે.અને આવતીકાલે જ સાંજ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

200થી વધુ બાર એસોસિએશનની ચૂંટણી 

ગુજરાત બાર એસોસિએશનનો ચૂંટણી જંગ જામશે. રાજ્યમાં તમામ બાર એસોસિએશનની ચૂંટણી 17 ડિસેમ્બરના યોજાશે. જેમાં વિવિધ પોસ્ટ માટે 81 ઉમેદવાર મેદાને છે. ઉમેદવાર સોશિયલ મીડિયા પર ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. વકીલોના પ્રશ્નો, સમસ્યાઓ દૂર કરવાના એજન્ડા સાથે ઉમેદવારો મેદાને ઉતર્યા છે. 200થી વધુ બાર એસોસિએશનની એક સાથે ચૂંટણી યોજાશે.તમામ બાર એસોસિએશનની ચૂંટણી એક જ દિવસે યોજાશે. ગ્રામ્ય કોર્ટના બાર એસોસિએશન પ્રમુખ તરીકે રાજેશ પરીખ બિનહરીફ ચૂંટાયા છે..જ્યારે અમદાવાદ બાર એસોસિએશન પ્રમુખ તરીકે જગત ચોકસી બિનહરીફ ચૂંટાયા છે.

વકીલોને પણ પોતાના પ્રશ્નો હોય છે !
 
દરેક ઉમેદવાર પોતાની જીત હાંસલ કરવા માટે સોશિયલ મીડિયાનો પણ આ વર્ષે સહારો લઈ રહ્યા છે વિવિધ પોસ્ટ માટે 81 જેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે વકીલોના પ્રશ્નો સમસ્યાઓ દૂર કરવાના એજન્ડા સાથે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો વ્યસ્ત થયા છે  જેને લઇને ચૂંટણી કમિશનરે પણ તમામ તૈયારીઓ બેઠકો , મીટીંગો સહિત કોવિડ ગાઈડલાઈન સાથે ચૂંટણીનું મતદાન થાય તે મુજબની વ્યવસ્થા રાખવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે મહત્વનું છે કેમ રાજ્યના દરેક 12 માટે પ્રેસિડન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સેક્રેટરી જોઇન્ટ સેક્રેટરી ટ્રેઝરી લાઇબ્રેરિયન સહિતના હોદ્દા માટે આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે વકીલોને પૂછતા જાણવા મળ્યું  કે ઘણી એવી કોર્ટો છે કે જ્યાં અને બેસવાની વ્યવસ્થા નથી તો વકીલો માટે પાર્કિંગ પણ નથી આ તમામ સુવિધાઓથી વંચિત વકીલો હોવાનું સામે આવી છે ત્યારે આ સમસ્યાઓ દૂર કરે તેવા પ્રતિનિધિને પસંદ કરવા માટે વકીલોએ ઈચ્છા વ્યક્ત કરી છે નોંધનીય છે કે આ બાર એસો.ની ચૂંટણીમાં એક લાખ ચાર હજાર જેટલા વકીલો મતદાન કરવાના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ