ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / one-buffalo-sold-in-two-and-half-lakh-at-yeola-district-of-maharashtra

અહો..આશ્ચર્યમ / આ ભેંસના ખેડૂતને મળ્યાં એટલા રૂપિયા કે થઈ ગયો લખપતિ, જોવા ઉમટ્યાં લોકો

Published By: Nirav

Last Updated: 09:35 PM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં અઢી લાખ રૂપિયામાં વેચાયેલી એક ભેંસ ચર્ચાનો વિષય બની ગઈ છે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રના ખેડૂતને ભેંસે બનાવી દીધો માલામાલ
  • મુર્રા પ્રજાતિની આ ભેંસ એક ટાઈમમાં આપે છે 18 લિટર દૂધ 
  • સુનિલ ગવલી આ ભેંસને પોતાના માટે વરદાન માને છે

મહારાષ્ટ્રમાં એક ભેંસ અઢી લાખ રૂપિયામાં વેચાઈ છે અને આ ભેંસની આ કિંમતે આસપાસના લોકોમાં આશ્ચર્ય જગાવ્યું છે. લોકો આ ભેંસને જોવા માટે દૂર-દૂરથી આવી રહ્યા છે.મહારાષ્ટ્રના યેવલા જિલ્લાના પશુપાલક કિશોર પરદેશી તેમની એક ભેંસના લીધે માલામાલ થઈ ગયા છે. તેમની પાસે મુર્રા પ્રજાતિની ભેંસ હતી. આ ભેંસને વેચતા તેમને લગભગ એક કારની કિંમત મળી ગઈ છે. આ ભેંસ 2.5 લાખ રૂપિયાથી વધુમાં વેચાઇ છે, જેના કારણે આ ખેડૂત એકદમ ખુશ છે.

ભેંસના દૂધની કિંમત વધુ હોય છે

સામાન્ય રીતે ભેંસના દૂધની કિંમત વધુ હોય છે, આથી ભેંસનો ભાવ પણ ખૂબ  ઊંચો હોય છે. સામાન્ય ખેડૂતને પૂછવા પર જાણવા મળે છે કે ભેંસની કિંમત એક લાખ સુધી થઈ શકે છે. પરંતુ યેવલાના પારેગાંવમાં એક ભેંસની કિંમત બે લાખ 51 હજાર રૂપિયા મળી છે. ઘણા ખેડૂતો આ જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને આ ભેંસ હાલમાં ચર્ચામાં છે.

સુનિલ ગવલી નામના ખેડૂતે ખરીદી છે ભેંસ 

યેવલાના ખેડૂત સુનીલ ગવલીએ આ ભેંસ બે લાખ એકાવન હજાર રૂપિયામાં ખરીદી છે. સામાન્ય રીતે કોઈ સામાન્ય ભેંસની કિંમત ચાલીસથી પચાસ હજાર રૂપિયા હોય છે. બજારના ભાવ કરતા અનેક ગણા વધુ ભાવે ખરીદાયેલી આ ભેંસને જોવા માટે આ દિવસોમાં લોકોનું ટોળું એકઠું થઈ રહ્યું છે.

એક ટાઈમમાં 18 લિટર જેટલું દૂધ આપે છે આ ભેંસ

મુર્રા જાતિની આ ભેંસ એકદમ મજબૂત, ઊંચી અને આકર્ષક છે. આ ભેંસ એક સમયમાં 18 લિટર દૂધ આપે છે. સુનિલ ગવલી આ ભેંસને પોતાના માટે વરદાન માને છે. ગ્રાહકો આ ભેંસ ખરીદવા માટે ત્રણ લાખ રૂપિયા સુધી ચૂકવવા તૈયાર છે. પરંતુ અત્યારે સુનિલ આ ભેંસને વેચવા માટે તૈયાર નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Buffalo Milk Maharashtra buffalo price ભેંસ મહારાષ્ટ્ર OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ