બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / On the Dhirendra Shastri issue, Shankarsinh Vaghela said, This is BJPs marketing

નિવેદન / ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે શંકરસિંહ વાઘેલાએ કહ્યું, આ BJPનું માર્કેટિંગ છે, ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા

Priyakant

Last Updated: 01:36 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shankarsinh Vaghela News: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા

  • ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસ અંગે શંકરસિંહ વાઘેલાનું નિવેદન
  • ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ: શંકરસિંહ વાઘેલા
  • ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા: શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આ સાથે ઉમેર્યું હતું કે, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. 

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનાર આ દિવ્ય દરબારને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને ભાજપનું માર્કેટિંગ ગણાવી દીધું છે. 

શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ ? 
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે નિવેદન આપતા કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આપણાં દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. આ સાથે તેમણે કહ્યું કે, ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. શંકરસિંહ વાધેલાએ કહ્યું કે, ભાજપ ખોટા ચમત્કારના નામે નાટક કરે છે, વૈજ્ઞાનિક યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય. 

રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. આ તરફ બાબાના આગમન પૂર્વે આજ સાંજે રાજકોટમાં દિવ્ય દરબારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધઘાટન થવાનું છે. જોકે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ પણ સામે આવ્યું છે. આ તરફ હવે એક બાજુ કોંગ્રેસ બાબાના દરબારને લઈ સવાલો ઊભા કરી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાઓના નામ આમંત્રણ પત્રિકામાં જોવા મળતા મુદ્દો ગરમાયો છે. 

રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર 
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે

ક્યા અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?

  • 26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે
  • 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે
  • 1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ