બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / On seeing the period scar for the first time, the younger sister's character can be tortured, then slaughtered.

ક્રાઈમ / પહેલી વાર પીરિયડનો ડાઘ જોઈને નાની બહેનના કેરેક્ટર પર કર્યો શક, પહેલા ટોર્ચર કરી પછી કતલ

Vishal Khamar

Last Updated: 10:27 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Brother Kills Sister : ઉલ્હાસનગરમાં 30 વર્ષીય સિક્યોરિટી ગાર્ડની તેની 12 વર્ષની બહેનની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. સિક્યોરિટી ગાર્ડને તેની બહેનના કોઈની સાથે શારીરિક સંબંધ હોવાની શંકા હતી.

 

  • મુંબઈ નજીકના થાણેમાં ચોંકાવનારી ઘટના
  • ભાઈએ 12 વર્ષની સગીર બહેનને રીબાવી-રીબાવીને મારી
  • પહેલું માસિક આવ્યું હોવાથી સગીરાને પડ્યો હતો ડાઘ
  • આ જોઈને ભાઈને અફેરનો પડ્યો શક

 

 મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ભાઈ દ્વારા નાની બહેનને નિર્દયતાથી માર મારવાનો એક સનસનાટીભર્યો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે. થાણેના ઉલ્હાસનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની 12 વર્ષની નાની બહેનની હત્યાના આરોપમાં 30 વર્ષીય સુરક્ષા ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. બહેનના પ્રથમ માસિકધર્મ દરમ્યાન લોહિના ડાઘ જોઈને ભાઈને તેની બહેનને કોઈની સાથે પ્રેમ સબંધ હોવાની અને શારીરિક સંબંધ હોવાની શંકા ગઈ હતી.

માસિકધર્મને લઈને યુવતિનાં ભાઈને ગેરસમજ થઈઃ પોલીસનો દાવો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બાળકીને માસિકધર્મ શરૂ થયા હોવાથી ગેરસમજ થઈ હોવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ મોટા ભાઈને લાગ્યું કે તેને કોઈની સાથે શારીરિક સંબંધ છે. જો કે તેના કેટલાક પડોશીઓએ તેની પાછળ તેની પત્ની પાસેથી મળેલી ખોટી માહિતીનો પણ ઉલ્લેખ કર્યો છે. ભાઈના ત્રાસથી ગંભીર રીતે ઘવાયેલી નાની બહેનનું સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે જ મોત નિપજ્યું હતું.

માસિકધર્મ વિશે ભાઈને સમજાવી ન શકી નાની બહેન
ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર મધુકર કડે આ મામલે જણાવ્યું કે યુવતી ઉલ્હાસનગરના શાંતિનગર વિસ્તારમાં તેના ભાઈ અને ભાભી સાથે રહેતી હતી. તેના માતા-પિતા ગામમાં રહે છે. છોકરીનું માસિક ધર્મ થોડા દિવસો પહેલા શરૂ થયું હતું. ભાઈએ તેના કપડા પર લોહીના ડાઘ જોયા અને તેને શંકા થવા લાગી કે યુવતીને કોઈની સાથે પ્રેમ સબંધ છે.  જો કે, યુવતીને માસિક ધર્મ વિશે કોઈ જાણકારી ન હતી અને જ્યારે યુવતિનાં ભાઈએ તેને લોહીના ડાઘ વિશે પૂછ્યું ત્યારે યુવતિ તેનાં ભાઈને સમજાવવામાં અસમર્થ રહી  હતી.

બહેનનાં મોં તેમજ પીઠ સહિતની કેટલીક જગ્યાએ ગરમ ચમચાથી ડામ આપવામાં આવ્યા હતા
મધુકર કડે કહ્યું, "ભાઈએ તેની નાની બહેનને કોઈની સાથે શારીરિક સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે.  પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપીએ બહેનને ત્રણ દિવસ સુધી માનસિક ત્રાસ આપ્યો હતો. બહેનને લાતો અને મુક્કા વડે માર મારવા ઉપરાંત યુવતીનાં મોં, પીઠ અને શરીરના અન્ય ભાગો પર ગરમ ચમચા વડે ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે યુવતિ ગંભીર રીતે દાઝી ગઈ હતી. મધુકર કડેએ વધુમાં જણાવ્યું હતું કે,  આ મામલો પોલીસના ધ્યાનમાં આવ્યો. ત્યારે ઘાયલ છોકરીને મંગળવારે સારવાર માટે ઉલ્હાસનગર સેન્ટ્રલ હોસ્પિટલમાં લાવવામાં આવી. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના તબીબ ર્ડા.પુનીતે યુવતીને મૃત જાહેર કરી હતી અને પોલીસને જાણ કરી હતી.

IPC ની કલમ 302 હેઠળ ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ કરાઈ
પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપી સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરવાવાળા આરોપી ભાઈ પર ભારતીય દંડ સંહિતા ((IPC)ની કલમ 302 હેઠળ હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.  ત્યારે યુવતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. સાથે જ આરોપી ભાઈની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ