બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / On second anniversary of Pulwama attack, JK police recover 7 kg IED in Jammu

સેના અલર્ટ / પુલવામા હુમલાની બીજી વરસી પર જમ્મુ કાશ્મીરથી આવ્યા ચોંકાવનારા સમાચાર, દુશ્મનોનો ઈરાદો થયો નાકામ

Hiralal

Last Updated: 06:00 PM, 14 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુલવામા હુમલાની બીજી વરસીએ જમ્મુ બસ સ્ટેન્ડ પરથી 7 કિલો વિસ્ફોટક મળતા ખળખળાટ

  • સેનાએ જમ્મુ બસ સ્ટેન્ડ નજીકથી 7 કિલો આઈઈડી વિસ્ફોટક પદાર્થ ભરેલી બેગ ઝડપી
  • બાતમીને આધારે પોલીસ અને સુરક્ષા દળોએ છટકુ ગોઠવીને આતંકીની ધરપકડ કરી 
  • અલ બદર આતંકી સંગઠનના સભ્ય સુહૈલ બશીરની ધરપકડ

સુરક્ષા દળોને જમ્મુ બસ સ્ટેન્ડ નજીકના કેસી ચોકમાંથી 7 કિલો આઈઈડી વિસ્ફોટક પદાર્થ ભરેલી બેગ મળી આવી હતી. પોલીસે કેસી ચોકમાંથી દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રહેવાશી અને અલ બદર આતંકી સંગઠનના સભ્ય સુહૈલ બશીરની ધરપકડ કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, જમ્મુના રઘુનાથ મંદિર, રેલવે સ્ટેશન પર IED બ્લાસ્ટનું ષડયંત્ર હતું.

આતંકી સુહૈલ બશીરની ધરપકડ

સામાન્ય દિવસોમાં જમ્મુ બસ સ્ટેન્ડ પ્રવાસીઓથી અવરજવરથી ધમધમતું હોય છે પરંતુ વિસ્ફોટની સમયસરની જપ્તીએ મોટી જાનહાની ટાળી દીધી છે. નામ ન આપવાની શરત જમ્મુ પોલીસના સિનિયર અધિકારીએ કહ્યું કે અમને બાતમી મળી હતી કે બસ સ્ટેન્ડ પર 7 કિલો વિસ્ફોટક પદાર્થ સાથે એક શખ્સ આવી રહ્યો છે. બાતમીને આધારે અમે છટકુ ગોઠવીને વિસ્ફોટક પદાર્થ સાથે શખ્સની ધરપકડ કરી લીધી હતી. 

જમ્મુ ઝોન આઈજીપી મુકેશસિંહે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલો શખ્સ સુહેલ સિંહ પુલવામાનો રહેવાશી છે. 

હજુ એક દિવસ પહેલા સુરક્ષા દળોએ સામ્બા જિલ્લામાના બારી વિસ્તારમાંથી બે ટોચના આતંકીઓને ઝડપી પાડ્યાં હતા. ગત વર્ષે સાઉથ કાશ્મીરમાં ભાજપના 3 કાર્યકરો અને એક પોલીસકર્મીની હત્યાનો મોસ્ટ વોન્ટેડ અને ટીઆરએફના ટોચના આતંકી ઝહૂર અહેમદ રાથેરની પણ ધરપકડ કરવામાં આવી હતી. 

લશ્કરના ટોચના કમાન્ડરની ધરપકડ 

જમ્મુ કાશ્મીરના ડિરક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાગ સિંહે કહ્યું કે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા લશ્કર એ મુસ્તફાના કમાન્ડરની પણ તાજેતરમાં ધરપકડ થઈ છે. તેમણે કહ્યું કે જમ્મુમાં ઘણા આતંકી ઠેકાણાઓને શોધી કાઢીને નષ્ટ કરાયા છે. આતંકીઓને પાકિસ્તાનમાંથી હથિયારો મળે છે અને કાશ્મીર તથા બીજા વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ ચલાવવા માટે આ હથિયારોનો ઉપયોગ કરાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ