બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / On Parveen Babi's birth anniversary, interesting facts about her life

પરવીન બાબીનો જન્મદિવસ / પરવીન બાબીને સ્મારકોમાં દેખાતી હતી આત્માઓ, હુમાયું સાથે કનેક્શન, 3 દિવસ સડતી રહી લાશ

Hiralal

Last Updated: 04:44 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીતેલા જમાનાની ખૂબસુરત અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીનો આજે જન્મદિવસ છે. તેના જન્મદિવસે તેની હેરાનીભરી વાતો સામે આવી છે.

વીતેલા જમાનાની ખૂબસુરત અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીનો આજે (4 એપ્રિલ) જન્મદિવસ છે. પરવીન બાબીના જીવનની ઘણી હેરાનીભરી વાતો સામે આવી છે. હકીકતમાં પરવીન બાબી નાનપણથી પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીથી પીડાતી હતી. આ ઘણી ખતરનાક માનસિક બીમારી છે જેમાં તેને સતત એવું લાગ્યાં કરતું હતું કે 
કોઈ તેની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે અથવા તેને મારી નાખવા માંગે છે. 

પરવીનના પ્રેમી કબીરે બુકમાં લખી ચોંકાવનારી માહિતી 
પરવીનના જીવનમાં ઘણા પુરુષો આવ્યાં હતા જેમાંના એક એક્ટર કબીર બેદી પણ છે. કબીર બેદીએ પોતાના પુસ્તક સ્ટોરીઝ આઇ મસ્ટ ટેલઃ ધ ઇમોશનલ જર્ની ઓફ એન એક્ટરમાં પરવીન બાબી અને તેમના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. 

પરવીનને નાનપણથી જ આત્માઓ દેખાતી હતી
કબીરે પોતાની ઓટોબાયોગ્રાફીમાં પરવીનના બાળપણ વિશે કેટલીક ચોંકાવનારી વાતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે પરવીનને નાનપણથી જ આત્માઓ દેખાતી હતી. 
આ પુસ્તક પ્રકાશિત થયા પહેલા બોલીવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કબીરે પરવીન બાબી વિશે વાત કરી હતી. "તેની (પરવીનની) સમસ્યાઓ એક બાળક તરીકે શરૂ થઈ હતી કારણ કે તેને ઘરની આસપાસના સ્મારકોમાં આત્માઓ દેખાતી હતી. તેમણે કહ્યું કે પરવીન બાબીનું મુઘલ બાદશાહ હુમાયુ સાથે પણ કનેક્શન નીકળ્યું છે. પરવીન બાબીના વડવાંઓ હુમાયુંને ત્યાં કામ કરતાં હતા. 

પરવીનના પિતા પણ આવાં જ હતા
કબીર બેદીએ એવો પણ ખુલાસો કર્યો છે કે પરવીનના પિતા પણ આવા જ હતા. તે જેનેટિક પણ હોઈ શકે છે. 

3 દિવસ સુધી સડતી રહી હતી લાશ
ડિપ્રેશનથી પીડિત પરવીન બાબીનું 20 જાન્યુઆરી 2005ના રોજ  50 વર્ષની વયે મોત થયું હતું. તેની લાશ 3 દિવસ સુધી સડતી રહી હતી. ત્રણ દિવસ ખબર પડી કે પરવીનનું મોત થઈ ચૂક્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Parveen Babi Parveen Babi birth anniversary પરવીન બાબી પરવીન બાબી બર્થડે Parveen Babi birth anniversary
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ