એશિયા કપની શરૂઆત 30 ઑગસ્ટનાં રોજ થવા જઈ રહી છે ત્યારે BCCI સોમવારે ભારતીય ટીમનું એલાન કરશે. જાણો કોણ-કોણ શામેલ થઈ શકે છે ટીમ ઈન્ડિયામાં?
એશિયા કપની શરૂઆત 30 ઑગસ્ટથી
સોમવારે BCCI કરશે ટીમ ઈન્ડિયાનું એલાન
2 સપ્ટેમ્બરનાં યોજાશે ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ
એશિયા કપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. એશિયા કપ 30 ઑગસ્ટથી શરૂ થવાનું છે ત્યારે ભારતીય ટીમનું એલાન 21 ઑગસ્ટ એટલે કે સોમવારે BCCI દ્વારા કરવામાં આવશે. ભારતીય ટીમ એશિયા કપ બાદ ઓક્ટોબર-નવેમ્બરમાં વનડે વર્લ્ડ કપ 2023 પણ રમશે.એશિયા કપ આ વખતે વનડે ફોર્મેટમાં યોજાશે. તેવામાં આ ટૂર્નામેન્ટ માટે ઘોષિત થયેલ ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ સ્કવૉડની પણ એક ઝલક જોવા મળી શકશે. એવું કહી શકાય કે એશિયા કપની ભારતીય ટીમમાં 2-3 ફેરફારો સાથે વર્લ્ડ કપની ટીમની ઘોષણા થશે. ટીમ ઈન્ડિયાની કમાન કેપ્ટન રોહિત શર્માનાં હાથોમાં જ રહેશે.
30 ઑગસ્ટનાં શરૂ થશે એશિયા કપ
એશિયા કપ 30 ઑગસ્ટનાં રોજ શરૂ થવા જઈ રહ્યું છે. પહેલી મેચ નેપાલ અને પાકિસ્તાનની વચ્ચે યોજાશે જ્યારે ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરનાં થશે. એશિયા કપ માટે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ બાદ નેપાળે પણ પોતાની ટીમનું એલાન કરી દીધું છે. 21 ઑગસ્ટનાં રોજ BCCI પણ ટીમ ઈન્ડિયાનાં સ્ક્વૉડને લઈને જાહેરાત કરશે.
ભારત-પાકિસ્તાનની મેચ
આ વખતે હાઈબ્રિડ મોડલનાં આધાર પર એશિયા કપ યોજાયો છે. એશિયા કપનાં હોસ્ટ પાકિસ્તાનની ધરતી પર તો માત્ર 4 મેચો જ થશે જ્યારે ફાઈનલ સહિતની બાકીની 9 મેચ શ્રીલંકામાં યોજાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ શ્રીલંકામાં 2 સપ્ટેમ્બરનાં પાકિસ્તાનની સામે રમશે. આ બાદ ભારતીય દ્વિતીય ગ્રુપ નેપાળની સામે 4 સપ્ટેમ્બરનાં મેચ રમશે.
એશિયા કપમાં 2 ગ્રુપ આ પ્રકારે છે
GROUP A- ભારત, પાકિસ્તાન અને નેપાળ
GROUP B- શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન