બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / OMG: woman finds shell who looks exactly like terrorist osama bin laden

OMG / દરિયા કિનારે મળ્યો આતંકી ઓસામા બિન લાદેનનો 'ચહેરો', જોઇને બધા રહી ગયા દંગ

Published By: Krupa

Last Updated: 06:09 PM, 11 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇંગ્લેન્ડની મહિલા તેના પતિ સાથે દરિયા કિનારે ફરી રહી હતી, ત્યારે એને એક એવું અજીબોગરીબ શંખ મળ્યો, જેમાં આતંકીઓસામા બિન લાદેનનો ચહેરો નજરે આવી રહ્યો હતો. જેને જોઇને સૌ કોઇ દંગ રહી ગયા.

ક્યારેક ક્યારેક અચાનક જ લોકોના હાથમાં કંઇક એવું લાગી જાય છે, જેને જોઇને તેઓ ચોંકી જાય છે અને વિચારે છે કે આવું કેવી રીતે થઇ શકે છે. કંઇક આવું જ ઇંગ્લેન્ડમાં રહેતી એક મહિલા સાથે થયું. 

વાસ્તવમાં પશ્ચિમિ લંડનના બ્રેન્ટફોર્ડ વિસ્તારમાં રહેતું દંપતિ માર્ટિન (62) અને ડેબ્રા ઓલિવર (60) પોતાની મેરેજ એનિવર્સરીની ઊજવવા માટે પૂર્વ સસેક્સના વિનચેલ્સિયાના દરિયા કિનારે ગયા હતા. એ દરમિયાન એમને એક માથું મળ્યું.

ડેબ્રાએ જણાવ્યું કે આ ઓઇસ્ટર થોડું અજીબ જોવા મળી રહી હતી. જ્યારે એને ઊઠાવીને જોયું તો એ દંગ રહી ગયા, કારણ કે એ ઓઇસ્ટર બિલકુલ બિન લાદેનના ચહેરાની જેવું દેખાતું હતું. સૌથી હેરાનીની વાત એ છે કે લાદેનના મૃતદેહને દરિયામાં જ ફેંકી દેવામાં આવ્યો હતો. 

ડેબ્રા અનુસાર, એને શંખ એકત્રિત કરવાનું સારું લાગે છે. આ એનો શોખ છે. એને જણાવ્યું કે આવું હંમેશા થતું નથી જ્યાં તમને કોઇ શંખ મળે અને તમને કોઇને કોઇની જેમ જોવા મળે. એવામાં બિન લાદેનનું મળવું અદ્ધુત છે. એને જણાવ્યું કે જે દરિયાના કિનારે ફરવા માટે ગઇ હતી, ત્યાં લાખોની સંખ્યામાં શંખ અને ચમકીલા પથ્થર પડેલા છે. 

જણાવી દઇએ કે ઓસામા બિન લાદેન આતંકી સંગઠન અલ કાયદાનો પ્રમુખ હતો. અમેરિકામાં વર્ષ 2011માં થયેલા 9/11 હુમલાના માસ્ટરમાઇન્ડ પણ એ જ હતો. વર્ષ 2011માં અમેરિકાના નેવી સીલ કમાન્ડોએ એને પાકિસ્તાનના એબટાબાદમાં ઠાર કર્યો હતો. ત્યારબાદથી એના મૃતદેહને આશરે 136 કિલોમીટરની જંજીરથી બાંધીને દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Osama bin Laden Weird shell world ઓસામા બિન લાદેન શંખ OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ