બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / અજબ ગજબ / omg man borrows 60 lakh for surgery to become 3 inches taller know more

ભારે કરી! / લો બોલો! શખ્સે 3 ઈંચ ઊંચાઈ વધારવાના ચક્કરમાં લઈ લીધી 60 લાખની લોન! હવે દર મહિને ભરવા પડશે આટલા પૈસા

Arohi

Last Updated: 01:10 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્યક્તિએ તેની લંબાઈ 3 ઇંચ વધુ વધારવા માટે મોંઘી સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો. આ માટે તેણે કુલ 75,000 ડોલર એટલે કે લગભગ 60 લાખ રૂપિયાની લોન લીધી.

  • શખ્સે ઊંચાઈ વધારવા લીધી લોન 
  • 3 ઈંચ ઊંચાઈ માટે ખર્ચા 60 લાખ રૂપિયા 
  • ઊંચાઈ વધારવા માટે કરાવી સર્જરી 

કુદરતે દરેક મનુષ્યને અલગ રીતે બનાવ્યો છે. કોઈ ઉંચા છે, કોઈ નીચા છે, કોઈ ગોરા છે, કોઈ કાળા છે અથવા કોઈ જાડા છે અને કોઈ પાતળા છે. જો કે આના પરથી કોઈની પર્સનાલિટીને જજ ન કરવી જોઈએ. 

તેમ છતાં ક્યારેક એવું લાગે છે કે શારીરિક દેખાવ પર વિશ્વનો દૃષ્ટિકોણ થોડો અલગ છે. આ જ કારણ છે કે લોકો આ ઉણપને સુધારવા માટે અંધશ્રદ્ધાથી લઈને ખૂબ વધારે પૈસા ચુકવવાથી પણ ક્યારેય નથી ગભરાતા. આવા જ એક શખ્સે પોતાની લંબાઈ માટે સર્જરી કરાવી દીધી છે. 

લીધી 60 લાખ રૂપિયાની લોન
શખ્સે પોતાની લંબાઈને 3 ઈંચ વધારવા માટે એક મોંઘી સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો છે. તેના માટે તેણે કુલ 75,000 એટલે કે લગભગ 60 લાખ રૂપિયાની લોન લીધી છે. તેણે થોડી લંબાઈના ચક્કરમાં તેણે 5 વર્ષ માટે લગભગ 1 લાખની ચુકવણી કરવી પડશે. આટલા પૈસામાં ઘણું બધુ થઈ શકતું હતું. પરંતુ આ આદમીને એવી ઈનસિક્યોરિટી હતી કે તેણે આટલી મોટી લોન લઈને ફક્ત પોતાના લુક્સને વધુ સારો કરવાનું યોગ્ય માન્યું.  

60 લાખ આપીને વધારાવી 3 ઈંચ લંબાઈ 
સામાન્ય રીતે પોતાની લાઈફસ્ટાઈલ સારી બનાવવા માટે લોકો લોન લે છે. પરંતુ આ શખ્સે પોતાના પગને લાંબા કરવા માટે નાનું મોટુ નહીં 75 હજાર ડોલર એટલે કે 60 લાખ રૂપિયાનું દેવુંલીધુ છે. 

એક રિપોર્ટ અનુસાર આ લોન તેણે ઓનલાઈન બેન્ક SoFiથી લીધી છે અને આવનાર 5 વર્ષ સુધી તે આ લોન માટે તેને મહિનામાં 95 હજારનો હપ્તો આપશે. જોનનું કહેવું છે કે દુનિયા લાંબા વ્યક્તિઓને અલગ રીતે જોવે છે. અહીં સુધી કે જીમમાં પણ તેનો ફાયદો જોવા મળે છે. 

પગને કરવામાં આવ્યા લાંબા 
જોનની આ સર્જરી વિશે ફેસબુક દ્વારા જાણકારી મળી. તેને અમેરિકાના અમુક લોકોએ કોસ્મેટિક લેગ લેંથનિંગ સર્જરી દ્વારા લંબાઈ વધારતા જોયા હતા. એવામાં તેણે પોતે પણ આ રીત અપનાવી. સર્જરીમાં પેશન્ટના જાંધના હાડકાને તોડીને તેમાં એડજસ્ટેબલ મેટલ નેલ્સ લગાવવામાં આવે છે. પછી ધીરે ધીરે સ્ટ્રેચ કરવામાં આવે છે અને વ્યક્તિની હાઈટમાં થોડો ફરક આવે છે. 

આ પ્રક્રિયામાં અમુક મહિનાઓનો સમય લાગે છે. આમ તો જોનની લંબાઈ ઓછી ન હતી તે 5.11 ફૂટ લાંબા હતા પરંતુ તેમણે પોતાની હાઈટને 6.1 ફૂટ સુધી વધારી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ