બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / old video of pm narendra modi is viral in which he was talking about bad performance of india in olympics filmmaker vinod kapri took a jibe
ADVERTISEMENT
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને 2 મેડલ મળ્યા છે. વેટ લિફ્ટર મીરા બાઈ ચાનૂએ સિલ્વર મેડલ્ય જીત્યો તો બોક્સર લવલીનાએ બ્રોન્ઝ પાક્કો કર્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતના અત્યાર સઉધીના ખરાબ પ્રદર્શનથી લોકો નારાજ છે. આ સાથે પીએમ મોદીનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એ સમયનો છે જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા અને તેઓનો વીડિયો શેર કરીને ફિલ્મમેકર વિનોદ કાપડીએ તંજ કસ્યો છે.
.jpg)
ADVERTISEMENT
શું કહ્યું વિનોદ કાપડીએ
તેઓએ કહ્યું કે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાને 11 વર્ષ થયા, ત્યારે તેઓએ ઓલિમ્પિકમાં મેડલ લાવવાના અનેક ફોર્મ્યુલાની જાણ હતી. 2014માં પીએમ બન્યા તો તેઓએ પોતાના જુમલાને કેટલા અમલી જામા પહેરાવ્યા એ તેમના મોઢે જ સાંભળો.
સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે પણ પીએમ મોદીનો વીડિયો શેર કરતાં ટ્વિટ કરી છે કે ઓલિમ્પિક્સ અને એશિયન ગેમમાં મેડલ ન મળવાને લઈને અન્ય તમામ મોટા વિષયો પર 2014 પેલા પીએમ મોદી શું શું ન હતા બોલ્યા, આજે ફક્ત ખાલી હાથે પીએમ અને તેમના ભક્તો પહેલાની કહેલી વાતો એકવાર સાંભળી લે તે જરૂરી છે.
ADVERTISEMENT
नरेंद्र मोदी को जब गुजरात का मुख्यमंत्री बने 11 साल हो गए थे , तब उन्हें #Olympics में मेडल लाने के कई फ़ॉर्मूले पता थे
— Vinod Kapri (@vinodkapri) July 31, 2021
इसके बाद 2014 में जब वो PM बने तो उन्होंने अपने जुमलों को कितना अमली जामा पहनाया-खुद @narendramodi से सुनिए pic.twitter.com/1yk7xmBNdG
ADVERTISEMENT
વાયરલ વીડિયોમાં પીએમ કોઈ કાર્યક્રમમા બોલી રહ્યા બોય તેવું જણાય છે
વીડિયોમાં તેઓ કહે છે કે 120 કરોડનો દેશ...જ્યારે પણ ઓલિમ્પિક્સ થાય છે ત્યારે તે સમયે ટીવીમાં, પેપરમાં, નેતાઓમાં, સામાજિક જીવનમાં અનેક ચર્ચા થાય છે. આટલો મોટો દેશ અને એક ગોલ્ડ મેડલ નથી મળ્યો, આટલો મોટો દેશ મેડલ ન મળ્યો, ફલાણો દેશ આ કર્યું અને ઢીકણો દેશ આ કર્યું. વધુમાં તેઓ કહે છે કે ઠીક છે સ્થિતિ છે. પણ હું પૂછું છું કે શું દેશની શિક્ષા વ્યવસ્થાને શેની સાથે જોડી? યુવા પેઢીએ અવસર આપ્યો? શું 120 કરોડના દેશમાં એક મેડલ ન મળી શકે..ફક્ત સેનાના જવાનોએ આ કામ કર્યું જે સેનાના જવાન છે જેમને સ્પોર્ટસમાં રસ છે તેમને ટ્રેનિંગ આપવાનું કામ શરૂ કર્યું તો 5-10 મેડલ તો સેનાના જવાન લાવી શકે છે.
ADVERTISEMENT
પીએમ મોદીએ તે સમયે કોંગ્રેસ પર નિશાન સાધતા આ વાત કહી હતી અને 1-2 મેડલ મળે તો તેનાથી સરકાર છાતી ફૂલાવીને ફરે છે. તે કહી રહ્યા હતા કે મેડલ ન મળ્યો તો માથા પર હાથ રાખીને બેસી રહેવું કે ન થયું. એકાદ તો નસીબથી આવ્યું મેડલ તો તેઓ ગર્વ કરે છે. મિત્રો રાષ્ટ્ર આ રીતે નથી ચાલી શકતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.