ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / old ladies video gets viral on twitter, sonu sood reacts on it

બોલિવૂડ / વૃદ્ધ અમ્માનો વીડિયો જોઈ સોનૂ સૂદ થયો ભાવુક, પાણી માટે લગાવી આપ્યો હેન્ડ પંપ અને પછી...

Published By: Nikul

Last Updated: 11:11 PM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોનુ સુદે ઝાંસીનાં એક ગામમાં હેન્ડ પંપ લગાવડાયું, જેના બાદ ગામનાં લોકોએ તેનાં માટે દુઆઓ માંગી છે. જેને લઈને એક વૃદ્ધાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરતા સોનુ સુદે કહ્યું છે કે એક દિવસ આ હેન્ડ પંપનું પાણી પીવા જરુર આવીશ.

ADVERTISEMENT

  • રિટાયર્ડ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે ઝાંસીનો એક વીડિયો શેર કર્યો 
  • ગામનાં લોકોને પીવાનુ પાણી નહોતુ મળી રહ્યુ
  • જો તક મળશે તો તે આ હેન્ડપંપનું પાણી પીવાં ઝાંસી જરુર જશે

વીડિયોને જોઈ સોનુ ભાવુક થઈ ગયો

સોનુ સુદે કોરોનાકાળ અને લોકડાઉનમાં ઘણાં જરુરિયાતમંદ લોકોની મદદ કરી છે. તેણે પ્રવાસ મજૂરોને ઘરે પહોંચાડવાથી લઈ તેમનાં માટે રાશન, સારવાર અને જરુરી મદદ પહોંચાડવાની દરેક કોશિશ કરી છે. સાનુ આજે પણ એક ટ્વીટ કે ફોન કોલથી મદદ કરવા તત્પર બની જાય છે. સોશિયલ મીડિયા પર તેનો એક એવો મદદ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિટાયર્ડ આઈએએસ સૂર્ય પ્રતાપ સિંહે ઝાંસીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં ઝાંસીનાં એક હેન્ડપંપ પર વૃદ્ધા સોનુને દુઆઓ આપતી જોવા મળે છે. આ વીડિયોને જોઈ સોનુ ભાવુક થઈ ગયો અને તેણે ઝાંસી જવાની વાત કરી.

સોનુને દુઆઓ આપે છે ગ્રામજનો

સૂર્ય પ્રતાપ સિંહે જે વીડિયો શેર કર્યો છે તેમાં ઝાંસીનાં ગામમાં લોકો હેન્ડપંપની વાત કરે છે જે સોનુ સુદે લગાવ્યો છે. ગામનાં લોકોને પીવાનુ પાણી નહોતુ મળી રહ્યુ. જેથી સોદુ સુદને તેની જાણ થતા તેણે ત્યાં હેન્ડપંપ લગાવી દીધો. હવે ગામનાં લોકોને ત્યાં પીવાનું સાફ પાણી મળે છે. માટે ગામનાં વૃદ્ધોથી લઈને જવાન સુધી સોનુ સુદને દુઆઓ આપે છે. જે વીડિયોને જોઈને સોનુ સુદ પણ ભાવુક બન્યો અને તેણે તે વીડિયોને રીટ્વીટ કરતા લખ્યું કે, જો તક મળશે તો તે આ હેન્ડપંપનું પાણી પીવાં ઝાંસી જરુર જશે.

પૃથ્વીરાજની શૂટીંગમાં વ્યસ્ત 

હાલ સોનુ યશરાજ ફિલ્મ્સની પૃથ્વીરાજની શૂટીંગમાં વ્યસ્ત છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની આ ફિલ્મમાં અક્ષયકુમાર પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યારે માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં સંજય દત્ત પણ છે અને સોનુ સુદ તેમાં ચંદ બરદાઈની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ 13 નવેમ્બર 2020માં રિલીઝ થવાની હતી પણ હવે તે 5 નવેમ્બર 2021માં રિલીઝ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Sonu Sood Twitter jhansi viral video ઝાંસી ટ્વીટર વાયરલ વીડિયો સોનુ સુદ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ