બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / ola s1 electric scooter can be booked for rs 499 know features and price

ઓટો / જેની રાહ જોઈને બેઠા હતા તે Ola S1 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, કિંમત અને ફિચર્સ જાણીને આજે જ કરી લેશો બુકિંગ

Arohi

Last Updated: 02:05 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ola S1 Electric Scooter ને હાયપર ચાર્જિંગ સ્ટેશન પર અઢી કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે.

  • ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટની કિંમત અને ફિચર્સ જાણો 
  • ફક્ત 499 રૂપિયામાં કરી શકાશે બુકિંગ 
  • જાણો દરેક માહિતી 

ઓલાએ ઈન્ડિયામાં લાંબા સમયની રાહ બાદ પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કરી દીધુ છે.  જેની એક્સ શો રૂમ કિંમત 99,999 રૂપિયા છે. ત્યાં જ ઓલાએ પોતાના s1 ઈલેક્ટ્રિક સ્કૂટરનું PRO વર્જન પણ રાખ્યું છે જેની કિંમત 1.29 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે અમુક સમય પહેલા જ ઘણા રાજ્યની સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર સબ્સિડીની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરને માર્કેટમાં આવવામાં ઘણી મદદ મળી. તેની સાથે જ જો તમે પણ Ola S1 Electric Scooter ને ખરીદવા માંગો છો તો ફક્ત 499 રૂપિયા આપીને તેને બુક કરાવી શકો છો. 

Ola S1 Electric Scooterના વેરિએન્ટ 
ઓલાએ પોતાના S1 ઈલેક્ટ્રિક સ્કૂટરના 3 વેરિએન્ટ લોન્ચ કર્યા છે. જેમાં બેસિક વેરિએન્ટમાં તમને 2kwની મોટર મળશે જે તમને 45 કિમી પ્રતિ કલાકની રફતાર આપે છે. જ્યાર બાદ મિડલ વેરિએન્ટમાં કંપનીએ 4kwની મોટર આપી છે જે 70kmphની રફતાર આપે છે. ત્યાં જ તેના ટોપ વેરિએન્ટમાં 7kwની મોટર આપવામાં આવી છે જે 95kmphની રફતાર આપે છે. 

Ola S1 Electric Scooterની રેન્જ 
ઓલા સ્કૂટરને લોન્ચ પહેલા અંદાજ લગાવવામાં આવ્યો હતો કે તે 240 કિમી સુધીની રેન્જ આપે છે જ્યારે ઓલાએ પુષ્ટિ કરી હતી કે સ્કૂટર 150 કિમીની ઓલ-ઈલેક્ટ્રિક રેન્જ આપે છે. 

Ola S1 Electric Scooterના ચાર્જિંગ ટાઈમ 
S1 ઈલેક્ટ્રિક સ્કૂટરને હાઈપર ચાર્જિંગ સ્ટેશન પર અઢી કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ત્યાં જ કંપનીએ દાવો ક્યો છે કે આ સ્કૂટરને ચાર્જિંગ સ્ટેશન પર ફક્ત 18 મિનિટમાં 50 ટકા ચાર્જ કરી શકાય છે. તેની સાથે જ S1 ઈલેક્ટ્રિક સ્કૂટર ધર પર 5 કલાક 30 મિનિટમાં ચાર્જ થઈ જાય છે. 

Ola S1 Electric Scooterના ફિચર
ઓલાએ આ સ્કૂટરમાં 7 ઈંચની ટચસ્ક્રિન ડિસ્પ્લે આપી છે. જે તમને GPS નેવિગેશન આપે છે. ત્યાં જ આ સ્કૂટરમાં 4જી કનેક્ટિવિટી યુટ્યુબ અને કોલિંગ જેવી સુવિધાઓ પણ મળશે. તેની સાથે જ સ્કૂટરનું ઈન્ટેલીજેન્સ તમને સર્વિસ માટે ઈન્ડીકેટ કરે છે. તેની સાથે જ લોન્ચિંગમાં આ વાત કંફર્મ કરવામાં આવી છે કે કંપની આ સ્કૂટરને 10 કલર ઓપ્શનમાં બજારમાં લોન્ચ કર્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ