બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / officials says two athletes positive for covid 19 in olympic village in tokyo japan

કોરોનાનો કહેર / ટોક્યો ઓલમ્પિક્સને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ, 2 ખેલાડીઓ પોઝિટિવ આવતા મચ્યો હાહાકાર

Published By: Bhushita

Last Updated: 09:10 AM, 18 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો ઓલમ્પિક્સમાં શનિવારે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. અહીં 2 એથ્લીટ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી એએફપીએ આપી છે.

  • ટોક્યો ઓલમ્પિક્સ સંકટમાં 
  • ટોક્યો ઓલમ્પિક્સ વિલેજમાં બે ખેલાડીને કોરોના
  • ટોક્યો ઓલમ્પિક્સના 5 દિવસ પહેલાં કોરોનાનો કહેર 

 
જાપાનની રાજધાની ટોક્યોમાં 23 જુલાઈથી ટોક્યો ઓલમ્પિક્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સમયે ટોક્યો ઓલમ્પિક્સના 5 દિવસ પહેલા જ કોરોનાનું ગ્રહણ જોવા મળ્યું છે. ઓલિમ્પિકમાં વિલેજમાં બે ખેલાડીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે જેને લઈને અન્ય ખેલાડીઓને પણ આઈસોસેશનમાં રહેવાની સલાહ સ્પોર્ટ્સ ઓથોરિટીએ આપી છે. 
 


ટેસ્ટિંગની પ્રક્રિયા કરાઈ શરૂ
સ્પોર્ટ્સ ઓથોરિટીએ અન્ય તમામ ખેલાડીઓને આઈસોલેશનમાં રહેવાની સૂચના આપી છે. આ સિવાય ભારતીય ખેલાડીઓને પણ એલર્ટ રહેવા કહ્યું છે. તેઓએ ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરી છે. આ તમામ સ્થિતિને જોતા ટોક્યો ઓલમ્પિક્સના આયોજન પર સંકટ તોળાતું હોય તેમ જોવા મળી રહ્યું છે.   

એક જ દિવસમાં ટોક્યોમાં આવ્યા 1149 નવા કોરોના કેસ

બુધવારે કોરોના સંક્રમણના એટલા બધા કેસો સામે આવ્યા કે જે છેલ્લા 6 મહિનામાં નહતા આવ્યા. ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયના કહ્યા મુજબ ત્યાં હાલ એક જ દિવસમાં 1,149 નવા કેસો આવ્યા છે. આવો આંકડો છેલ્લે જાન્યુઆરી 22 ના દિવસે આવ્યો હતો. આ કારણે ઓલમ્પિક્સમાં ઘણા બધા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. 

પારંપરિક પદક સમારોહમાં કરાયા ફેરફાર
IOC અધ્યક્ષ થૉમસ બાક દ્વારા 339 સ્પર્ધાઓના પારંપરિક પદક સમારોહ માટે ઘણા મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની જાણકારી બુધવારે આપવામાં આવી. આ ફેરફાર મુજબ ઓલમ્પિક પદક જીતનાર ખેલાડીઓને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે પદકને ખેલાડીઓએ જાતે જ પોતાના ગળામાં નાખવા પડશે. પદક ખેલાડીને ટ્રેમાં આપવામાં આવશે. આ પદક પણ કીટાણુરહિત કવર પહેરાવી જ ટ્રેમાં રાખવામાં આવશે, જેથી ખ્યાલ આવે કે કોઈ પણ અન્ય વ્યક્તિ તે પદકને અડશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

corona positive japan tokyo 2020 two athletes એથ્લીટ્સ કોરોના પોઝિટિવ જાપાન ટોક્યો ઓલમ્પિક્સ 2021 two athletes positive for covid 19

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ