બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:19 PM, 14 December 2023
ADVERTISEMENT
ગુરુવારનાં દિવસે વ્રત કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પણ માતા લક્ષ્મી પણ સરળતાથી પ્રસન્ન થાય છે. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તેમની મનપસંદ વસ્તુ ચડાવવાથી તમારાં અટકેલાં કામો પણ થવાં લાગે છે અને કુંડળીમાં હાજર ગુરુ પણ મજબૂત થવાં લાગે છે.

ADVERTISEMENT
ગુરુવારનાં દિવસે શ્રી હરિને અર્પણ કરો આ 4 વસ્તુઓ
પિતાંબર
શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબજ પ્રિય છે. એવા માટે ગુરુવારનાં દિવસે તેમને પીળાં રંગનું પિતાંબર ચડાવવાથી તે જલ્દી ખુશ થશે. જેથી તમારું આયુષ્ય વધશે. સંતાન સુખ પ્રાપ્ત થશે અને લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે.
ADVERTISEMENT
પીળો ભોગ
ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને હલવો, ગોળ-ચણાની દાળ, કેસરી ભાત અને કેળાનો ભોગ લગાવો. આ તેમનાં પ્રિય ભોગ માનવામાં આવે છે.
તુલસી
તુલસી ભગવાન વિષ્ણુનાં શાલિગ્રામ સ્વરૂપનાં પત્ની માનવામાં આવે છે. એટલાં માટે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબજ પ્રિય છે. તુલસીનાં પાન વગર ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ નથી કરતાં. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તુલસીની માળા ચડાવવાથી લગ્નજીવન સુખમય બને છે.
ADVERTISEMENT

વૈજન્તીનાં ફૂલ
શાસ્ત્રો મુજબ વૈજન્તી માળા ભગવાન સત્યનારાયણ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનાં ગળામાં શોભે છે. વિષ્ણુજીને વૈજન્તી માળા ચડાવવાથી સમૃધ્ધિ આવશે. ધનની કમી પણ નહીં રહે.
ADVERTISEMENT
ગુરુવારનાં દિવસે શું ન કરવું
ગુરુવારનાં દિવસે વાળ ન કપાવવા જોઈએ. તેનાથી સંતાન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
આ દિવસે દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં મુસાફરી કરવાની મનાઈ છે.
ગુરુવારનાં દિવસે મીઠાનું [નમક] સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.