બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / ODI World Cup IND vs PAK match scheduled at narendra modi cricket stadium

ODI World Cup / IND vs PAK મેચને લઇ સૌથી મોટા સમાચાર, તારીખમાં થઇ શકે છે ફેરફાર, જાણો કેમ

Arohi

Last Updated: 09:59 AM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI World Cup IND vs PAK: ભારત અને પાકિસ્તાનની વચ્ચે વન ડે વિશ્વ કપમાં 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ટક્કર થવાની છે. જોકે આ મેચને રીશેડ્યુલ કરી શકાય છે. BCCIમાં આ સંબંધમાં મીટિંગ થવાની છે.

  • IND vs PAK મેચને લઇ સૌથી મોટા સમાચાર
  • મેચની તારીખમાં થઇ શકે છે ફેરફાર
  • BCCI આ સંબંધમાં કરી શકે છે મીટિંગ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટોડિયમમાં થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપના મહત્વના મુકાબલાનું રીશેડ્યુલ થઈ શકે છે. હકીકતે આ મુકાબલો નવરાત્રેના પહેલા દિવસે થવા જઈ રહ્યો છે અને ગુજરાતમાં આ સમયે મોટાપાયે ગરબાનું આયોજન થાય છે. એવામાં સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈને ટૂર્નામેન્ટના શેડ્યુલમાં ફેરવવાની સલાહ આપી છે. 

જો ભારત-પાકિસ્તાનની વચ્ચે થતા વિશ્વ કપના આ મેચની તારીખમાં કોઈ ફેરફાર ન થયો તો પછી તે ફેંસની મુશ્કેલીઓ વધી શકે છે. જેમણે આ મેચ માટે પોતાના ટ્રાવેલ પ્લાન ફાઈનલ કરી લીધા છે. કારણ કે તેમને ફરીથી બધી પ્લાનિંગ કરવી પડશે. 

હજારો ક્રિકેટ ફેંસ પહોંચશે અમદાવાદ 
BCCIના એક ખાસ અધિકારીએ જણાવ્યું કે, "અમે પોતાની પાસે હાજર વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ અને જલ્દી જ નિર્ણય લેવામાં આવશે અમે સુરક્ષા એજન્સિઓને જણાવ્યું છે કે IND Vs PAK જેવા હાઈ-પ્રોફાઈલ મેચ, જેના માટે હજારો ક્રેકિટ ફેંસે અમદાવાદ પહોંચવાની આશા છે. તેનાથી બચવું જોઈએ કારણ કે પોલિસ પહેલાથી જ નવરાત્રીની સુરક્ષા વ્યવસ્થામાં લાગેલી છે."

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 મોટી મેચ 
ગયા મહિનાના એન્ડમાં જ્યારે ICCએ ભારતમાં થવા જઈ રહેલા વનડે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી તો લગભગ 1 લાખની ક્ષમતા વાળા નરેન્દ્ર મોદી સ્ટોડિયમને ચાર પ્રમુખ મેચોની યજમાની મળી હતી. 

તેમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની વચ્ચે ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ, ભારત પાકિસ્તાન મેચ, ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાની મેચ અને વિશ્વ કપની ફાઈનલ છે. આ આયોજન 10 શહેરોમાં થશે. જ્યારે સેમીફાઈનલ મુંબઈ અને કોલકતામાં થશે. 

આ વચ્ચે BCCI સચિવ જય શાહે મંગળવારે જ વિશ્વ કપ મેચોની મેજબાની કરતા રાજ્ય ક્રિકેટ સંઘોને 27 જુલાઈએ નવી દિલ્હીમાં એક બેઠકમાં ભાગ લેવા માટે એક ચિઠ્ઠી લખી છે. એવી જાણકારી અનુસાર આ મીટિંગમાં બોર્ડ સદસ્યોને અમદાવાદમાં ભારત પાકિસ્તાન મેચ માટે સુરક્ષાની જાણકારી આપવામાં આવી શકે છે અને આ મેચ માટે કોઈ તારીખ નક્કી કરી શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ