ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / કેનેડામાં ભારતીય ઉદ્યોગપતિની બર્બરતાથી હત્યા, છાતી પર ગોળીઓનો વરસાદ કર્યો, આ ગેંગે લીધી જવાબદારી

NRI ન્યૂઝ / કેનેડામાં ભારતીય ઉદ્યોગપતિનો બર્બરતાથી હત્યા, છાતી પર ગોળીઓનો વરસાદ કર્યો, આ ગેંગે લીધી જવાબદારી

Published By: Nidhi Panchal

Last Updated: 01:45 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

“કેનેડાના સરે શહેરની શાંતિ તોડી નાખતી ગોળીઓ... અને એક સફળ ઉદ્યોગપતિનું અંત!” કેનેડામાં બન્યો એક એવું હત્યાકાંડ, જેનાથી સમગ્ર પંજાબ સમુદાય હચમચી ગયો...

ADVERTISEMENT

કેનેડાના સરે શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંજાબ મૂળના અગ્રણી ઉદ્યોગપતિ દર્શન સિંહની તેમના પોતાના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે દર્શન સિંહ પોતાના નિવાસસ્થાનમાંથી બહાર નીકળ્યા હતા. અચાનક થયેલા હુમલાથી સમગ્ર વિસ્તાર દહેશતમાં આવી ગયો હતો. દર્શન સિંહ કાપડ રિસાયક્લિંગના મોટા વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેમની ફેક્ટરીમાં સેંકડો કામદારો રોજગાર મેળાવતા હતા.

canada-3

કેનેડિયન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને અનેક એંગલમાંથી કેસની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, દર્શન સિંહને છેલ્લા કેટલાક સમયથી ખંડણીની ધમકીઓ મળી રહી હતી. પોલીસ સૂત્રો મુજબ, તેમને કોઈ અજાણી સંસ્થાએ પૈસા માંગ્યા હતા, પરંતુ દર્શન સિંહે તેને ગંભીરતાથી લીધો ન હતો. હવે આ ધમકીઓ અને હત્યાનો કોઈ સંબંધ છે કે નહીં તે તપાસ હેઠળ છે.

ક્યાંના છે દર્શન સિંહ?

દર્શન સિંહનો જન્મ અને ઉછેર પંજાબના લુધિયાણા જિલ્લાના દોરાહા વિસ્તારમાં થયો હતો. ઘણા વર્ષો પહેલા તેઓ કેનેડા સ્થાયી થયા હતા અને પોતાની મહેનત અને ઈમાનદારીથી ત્યાં એક મજબૂત વ્યવસાયિક ઓળખ ઉભી કરી હતી. તેમના વ્યવસાયના માધ્યમથી તેમણે અનેક લોકોને રોજગાર આપ્યો હતો. દર્શન સિંહ ભારતીય-કેનેડિયન સમુદાયમાં ખુબજ લોકપ્રિય હતા અને સામાજિક સેવા અને ચેરિટી કાર્યમાં પણ સક્રિયપણે જોડાયેલા હતા.

canada-3

પોલીસ તપાસમાં શું બહાર આવ્યું ?

પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં કોઈ ગેંગસ્ટર અથવા ખંડણી ટોળકીની સંડોવણીનો પુરાવો સામે આવ્યો નથી. કેનેડિયન પોલીસનું કહેવું છે કે પરિવારે પણ કોઈ ખાસ શંકા વ્યક્ત કરી નથી. પોલીસનું માનવું છે કે આ જૂની દુશ્મનાવટ કે વ્યક્તિગત વિવાદનું પરિણામ હોઈ શકે છે.

vtv app promotion

એક મોટો વળાંક

પરંતુ, આ વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગાર ગોલ્ડી ઢિલ્લોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે દર્શન સિંહની હત્યાની જવાબદારી સ્વીકારી છે. તેની પોસ્ટમાં લખાયું છે કે ગેંગે દર્શન સિંહ પાસેથી ખંડણીરૂપે પૈસા માંગ્યા હતા, પરંતુ જ્યારે દર્શન સિંહે પૈસા આપવાનો ઇનકાર કર્યો અને તેમનો નંબર બ્લોક કરી દીધો, ત્યારે આ ક્રાઇમ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : છેલ્લાં એક સપ્તાહથી શિકાગોમાં રહેતી ગુજરાતી મહિલા ગુમ, પોલીસે માંગી જાહેર જનતાની મદદ

હાલમાં કેનેડિયન પોલીસે આ દાવાની પણ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસી રહી છે કે આ પોસ્ટ સાચી છે કે માત્ર ભય ફેલાવવાનો પ્રયાસ. સમગ્ર ભારતીય સમુદાયમાં આ ઘટનાને લઈને આક્રોશ અને દુઃખનું માહોલ છે. લોકો સરકાર અને પોલીસને વિનંતી કરી રહ્યા છે કે આ હત્યામાં સંકળાયેલા તમામ આરોપીઓને જલ્દીથી પકડવામાં આવે અને દર્શન સિંહને ન્યાય મળે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Darshan Singh Canada Punjabi businessman

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ