બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 01:55 PM, 29 June 2025
જે લોકો કેનેડામાં સ્થાયી થવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે આ વીડિયો એક ચેતવણી સમાન છે. કેમ કે આ વીડિયો જોયા પછી, તમે કદાચ તમારું કેનેડા જવાનું નિર્ણય ફરીથી વિચારશો. વિડિયોમાં એક ભારતીય યુવતીએ કેનેડાની વાસ્તવિકતા દુનિયા સામે મૂકી છે. આજના સમયમાં અનેક યુવાનો કેનેડામાં સ્થાયી થવાનું અને મોટી નોકરીઓ મેળવીને વધુ પૈસા કમાવાનું સપનું જુએ છે, પણ આ વીડિયો બતાવે છે કે કેનેડા બહારથી જેટલો સુંદર લાગે છે, અંદરથી એટલો જ ખરાબ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિડિયોમાં યુવતીએ કહ્યું કે કેનેડામાં માત્ર પાંચ નાની નોકરીઓ માટે હજારો લોકો લાઈનમાં ઉભા રહે છે. ખાસ વાત એ છે કે એ નોકરીઓ પણ કોઈ મોટી પોસ્ટ્સ નથી, પણ એપ્રેન્ટિસ કે ઇન્ટર્નશિપ જેવી છે. જેમાં ડિગ્રી હોવા છતાં લોકો કલાકો સુધી લાંબી લાઈનમાં પોતાના નંબર આવે અને નોકરી માટે રાહ જુએ છે. ભવિષ્યની આશામાં ઊભેલા આ લોકોમાં મોટાભાગે સૌથી વધારે શિક્ષિત લોકો છે, જેમણે ઈજનેરિંગ, મેનેજમેન્ટ જેવી ઊંચી ડિગ્રી મેળવી છે.
Reality check for job seekers in Canada! Dozens of Indians and foreign students queuing up for just 5-6 internship positions at a job fair in Canada. #jobseekers #canadajobs #internationalstudents
— Deccan Chronicle (@DeccanChronicle) June 29, 2025
(Video: kanutalescanada/instagram) pic.twitter.com/KgaU4TVdsU
ADVERTISEMENT
યુવતીએ એ પણ કહ્યું કે, જે જગ્યાએ લોકો લાઈનમાં ઉભા હતા, ત્યાંનું દૃશ્ય જોઈને એવું લાગતું હતું કે કોઈ દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ હોય. સુંદર ભવ્ય ઇમારતો વચ્ચે એવું લાગતું કે અહીં તો બધું સરસ હશે, પણ હકીકત તો જુદી જ છે. બહારથી કેનેડા કેટલું સુંદર દેખાય છે, એના અંદર એટલી જ ખરાબ પરિસ્થિતી છે અને નોકરી માટેની હાહાકાર અને અસુરક્ષા.
ADVERTISEMENT
આ પણ વાંચો : ભારતીયો માટે ખુશખબર! અમેરિકાથી પૈસા મોકલવા નહીં ચૂકવવો પડે વધારે ટેક્સ
ADVERTISEMENT
વિડિયોના અંતમાં યુવતીએ સ્પષ્ટ કહ્યું કે, “ભાઈ, હાલત બધે જ સરખી છે. કોઈ પણ લાલચના સપનામાં ન ફસાવો. અહીંની વાસ્તવિકતા જોયા પછી જ આવી દેશોમાં આવવાનું વિચારજો.” તેના આ સંદેશે ઘણા ભારતીય યુવાઓ માટે વિચાર કરવાની વાત ઉભી કરી છે. આ વીડિયો દર્શાવે છે કે વિદેશ જવા માટે માત્ર સપનાઓ પૂરતા નથી, પણ હકીકતને જાણવી પણ એટલી જ જરૂરી છે. કેનેડાની જેમ દુનિયાના ઘણા વિકસિત દેશો દેખાવટમાં સુંદર હોય, પણ અંદરથી એ પણ રોજગારી અને જીવનશૈલીના પ્રશ્નોથી ભરેલા હોય શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.