ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / અમેરિકાથી વિઝા રિવ્યૂને લઇ મોટા સમાચાર, 52,00,000 ભારતીયોને થશે અસર!

NRI / અમેરિકાથી વિઝા રિવ્યૂને લઇ મોટા સમાચાર, 52,00,000 ભારતીયોને થશે અસર!

Published By: Nidhi Panchal

Last Updated: 12:33 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા ઇમિગ્રેશન નિયમો કડક કરી રહ્યું છે. લાખો ભારતીયો સહિત કરોડો વિદેશી નાગરિકોના વિઝાની સમીક્ષા થઈ રહી છે, જેમાંથી નિયમોનો ભંગ કરનારા દેશનિકાલ થશે.

ADVERTISEMENT

અમેરિકામાં હાલ ઇમિગ્રન્ટ્સ સામે મોટું પગલું ભરાયું છે. દેશમાં રહેતા 5.5 કરોડથી વધુ વિદેશી નાગરિકોના વિઝાની સમીક્ષા કરવામાં આવી રહી છે. ઇમિગ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરનારા, વિઝાની અવધિથી વધુ સમય રોકાતા લોકો અથવા ગુનાહિત તથા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ વિદેશીઓના વિઝા રદ કરીને તેમને દેશનિકાલ કરવામાં આવશે. આ કાર્યવાહીની સીધી અસર 52 લાખથી વધુ ભારતીયોને પણ થઈ શકે છે, કારણ કે હાલમાં અમેરિકામાં 50 લાખથી વધુ ભારતીય નોન-ઇમિગ્રન્ટ વિઝાધારકો રહે છે.

visa-simple_0

US સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, વિદેશી નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સુધીની તપાસ થશે. સાથે જ તેમના પોતાના દેશમાં કોઈ કાનૂની કાર્યવાહી ચાલુ છે કે નહીં તે પણ ચકાસવામાં આવશે. ભારતની US એમ્બેસીએ વર્ષ 2024માં સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કર્યા હતા.

2 લાખથી વધુ ઇમિગ્રન્ટસને દેશનિકાલ

US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ 2025માં અત્યાર સુધી 2 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા છે. આમાંથી 75% લોકો વિવિધ ગુનાહિત કેસોમાં ધરપકડ કરાયેલા હતા. દેશનિકાલ કરાયેલા લોકોમાં સૌથી વધુ, આશરે 35 થી 40 ટકા, મેક્સિકોના નાગરિકો હતા. તેમની સામેના આરોપોમાં ગેરકાયદેસર પ્રવેશ, વિઝાની અવધિથી વધુ રોકાવું અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ સામેલ હતી.

Visa-2

1,703 ભારતીયોને અમેરિકામાંથી દેશનિકાલ

ભારતીય નાગરિકો પર પણ આ કાર્યવાહીની અસર થાય છે. 20 જાન્યુઆરીથી 22 જુલાઈ 2025 દરમિયાન, કુલ 1,703 ભારતીયોને અમેરિકામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. જેમાં પંજાબના 620, હરિયાણાના 604 અને ગુજરાતના 245 નાગરિકો સામેલ છે. આમાંથી ઘણા લોકોના વિઝા સમાપ્ત થઈ ગયા હતા, તો કેટલાક પાસે જરૂરી દસ્તાવેજો ન હતા. હાલ અંદાજે 18 હજાર ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સની ઓળખ થઈ ચૂકી છે, જેમને પાછા ભારત મોકલવામાં આવશે.

app promo3

ભારતીય વસ્તી વધી રહી છે

અમેરિકામાં ભારતીય વસ્તીનો પ્રભાવ સતત વધી રહ્યો છે. એક અહેવાલ મુજબ, અમેરિકામાં રહેતા એશિયન મૂળના લોકોમાં ભારતીયો બીજા ક્રમે છે. કુલ એશિયન વસ્તીમાં 21% હિસ્સો ભારતીય અમેરિકનોનો છે. વર્ષ 2000 થી 2023 દરમિયાન ભારતીય વસ્તીમાં 174% નો વધારો થયો છે. 2000માં જ્યાં 13 લાખ ભારતીય ઇમિગ્રન્ટ્સ હતા, ત્યાં 2023 સુધીમાં આ આંકડો વધીને 32 લાખ થયો છે. આમાંથી લગભગ 60% લોકો અમેરિકામાં છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી રહે છે અને 51% લોકોએ અમેરિકન નાગરિકતા મેળવી છે.

આ પણ વાંચો : હવેથી આ નિયમોનું ઉલ્લંધન કર્યું તો વિઝા રદ! શું અમેરિકામાં રહેતા ભારતીયોને થશે અસર?

અમેરિકાના વિવિધ રાજ્યોમાં ભારતીય મૂળના લોકો મોટા પ્રમાણમાં વસેલા છે. માત્ર કેલિફોર્નિયામાં જ 9.6 લાખ ભારતીય મૂળના લોકો રહે છે. ટેક્સાસમાં 5.7 લાખ, ન્યુ જર્સીમાં 4.4 લાખ, ન્યુ યોર્કમાં 3.9 લાખ અને ઇલિનોઇસમાં 2.7 લાખ ભારતીય મૂળના લોકો વસે છે. મોટા શહેરોમાં ન્યુ યોર્કમાં 7.1 લાખ, ડલ્લાસમાં 2.7 લાખ અને સાન ફ્રાન્સિસ્કોમાં 2.6 લાખ ભારતીય મૂળના લોકો રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USA Immigration Indians in America Visa Review

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ